અનુષ્કા શર્મા માતા – પિતા સાથે સમય વિતાવી રહી છે

0
23
Share
Share

અનુષ્કા ફેન્સ સાથે ઘણી ક્યૂટ તસવીરો શેર કરી રહી છે, તસવીરોમાં અનુષ્કાનો બેબી બંપ પર સૌનું ધ્યાન જાય છે

મુંબઈ,તા.૨૧

મોમ-ટુ-બી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. જ્યારે પણ અનુષ્કા ઈન્સ્ટાગ્રામ પર કોઈ તસવીર શેર કરે ત્યારે વાયરલ થઈ જાય છે. પ્રેગ્નેન્સીની જાહેરાત કર્યા બાદ અનુષ્કા શર્મા ફેન્સ સાથે ઘણી ક્યૂટ તસવીરો શેર કરી રહી છે. આ તસવીરોમાં અનુષ્કાનો બેબી બંપ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. દુબઈથી મુંબઈ આવ્યા બાદ અનુષ્કા હાલ પોતાના પેરેન્ટ્‌સ સાથે સમય વિતાવી રહી છે. અનુષ્કાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના ડોગ સાથે તસવીર શેર કરી હતી. અનુષ્કા પોતાના પાલતુ કૂતરા સાથે હળવાશની ક્ષણો માણી રહી હતી. તસવીરમાં જોઈ શકો છો કે, અનુષ્કાનો ડોગ તેના ખોળામાં આરામ ફરમાવી રહ્યો છે. આ ઉપરાંત અનુષ્કાએ ગુરુવારે સાંજે ’ચાય ટાઈમ’નો ફોટોગ્રાફ શેર કર્યો હતો. ખાસ વાત છે કે આ તસવીર અનુષ્કાના પિતાએ ક્લિક કરી હતી. તસવીરમાં અનુષ્કા શર્મા ખુરશીમાં બેઠેલી છે. પેસ્ટલ પિંક ડ્રેસમાં અનુષ્કા કેમેરા સામે જોઈને મોટી સ્માઈલ આપી રહી છે. આ તસવીરનું કેપ્શન વાંચશો તો સમજાશે અનુષ્કા કેટલી નટખટ છે. પિતા સાથે કેવી મસ્તી કરી છે. અનુષ્કાએ તસવીર શેર કરતાં લખ્યું, જ્યારે પપ્પા ચાય ટાઈમ કેન્ડિડ ફોટો ક્લિક કરે અને ફ્રેમમાંથી પોતાને કાપી નાખવાનું કહે પરંતુ તમે આવું નથી કરતાં કારણકે દીકરી છો. આ તસવીરમાં જોઈ શકો છો કે ફોટો પાડી રહેલા અનુષ્કાના પિતાનો પડછાયો કાચમાં દેખાય છે. પિતાએ અનુષ્કાને ફોટોમાંથી તેમને ક્રોપ કરવાનું કહ્યું હતું પરંતુ અનુષ્કાએ આમ ના કરીને તેમના પડછાયા સાથેનો જ ફોટો અપલોડ કરી દીધો હતો. આ તસવીરમાં અનુષ્કા શર્માના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો પણ દેખાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here