અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનાર પાયલ ઘોષ આરપીઆઈમાં જોડાઈ

0
17
Share
Share

મુંબઈ,તા.૨૬
બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનાર પાયલ ઘોષે આજે રિપબ્લિકનપાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ)માં જોડાઈ ગયા છે. આ અવસર પર આરપીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, જેણે અનુરાગ કશ્યપને ઘાયલ કર્યા તે છે પાયલ. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પાયલ ઘોષ સાથે મુલાકાત કરી રહ્યા હતા.
તેમણે પાયલને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમની પાર્ટી ન્યાયની લડાઈમાં તેમની પડખે ઉભી છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, ન્યાય અપાવવાની લડાઈમાં આરપીઆય હંમેશા સાથ આપશે. અમે તમારી પડખે ઉભા છીએ. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પોતાની આ પોસ્ટ સાથે પાયલ સાથેની પોતાની મુલાકાતની તસવીર પણ શેર કરી હતી. આ અગાઉ પાયલ, રામદાસ અઠાવલેની સાથે જ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પાયલ ઘોષ સાથે મુલાકાત કરી રહ્યા હતા.
તેમણે પાયલને ન્યાય અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવતા કહ્યું હતું કે જ્યારે તેણે પોતાનૃી કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે અનુરાગ કશ્યપે તેની સાથે છેડતી કરી હતી. પાયલે કહ્યું હતું કે, મેં પોતાની કારકિર્દીને દાવ પર લગાવી દીધી છે. હું બસ એટલું કહેવા ઈચ્છું છું કે જે મારી સાથે થયું તે બીજા કોઈ સાથે ન થવું જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here