અનુપમા સીરિયલનો વનરાજ અત્યાર સુધીમાં પોતાની એક્ટિંગ કરિયરમાં ૪૦થી વધુ ફિલ્મો કરી ચૂક્યો છે

0
17
Share
Share

મુંબઈ,તા.૨૨

સલમાન ખાનની ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ આ વર્ષે ઈદ પર થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સીરિયલ ’અનુપમા’નો વનરાજ એટલે કે એક્ટર સુધાંશુ પાંડે પણ જોવા મળશે. સુધાંશે આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે. સુધાંશુએ ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું, “મેં લાંબા સમય પહેલા રાધે માટે શૂટિંગ કર્યું હતું અને મારા રોલનું ડબિંગ પણ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મમાં હું નેગેટિવ અવતારમાં જોવા મળીશ. આ એક સ્પેશિયલ અપિયરન્સ છે. સિંઘ ઈઝ કિંગ’ ફિલ્મમાં કામ કરી ચૂકેલા સુધાંશુ પાંડેએ બોલિવુડમાં હવે સ્પેશિયલ અપિયરન્સ રોલ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તે પ્રભુ દેવાને ના ન પાડી શક્યો. “અગાઉ મેં એક તમિલ ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં પ્રભુ દેવા લીડ રોલમાં હતા અને હું વિલનના. તેમણે કદાચ મને મગજમાં રાખ્યો હશે અને બાદમાં કાસ્ટિંગ એજન્સી દ્વારા રાધે માટે મારો સંપર્ક કર્યો હતો. મેં ઘણાં કેરેક્ટર રોલ અથવા સ્પેશિયલ અપિયરન્સ કર્યા છે એટલે હું કરવા માગતો નહોતો પરંતુ પ્રભુ દેવાને ના ન કહી શક્યો. મેં આ ફિલ્મ માત્ર તેમના માટે કરી છે”, તેમ સુધાંશુએ ઉમેર્યું. ડાયરેક્ટર-કોરિયોગ્રાફર પ્રભુ દેવા સાથેના સંબંધ વિશે વાત કરતાં એક્ટરે કહ્યું, “પ્રભુ દેવા સાથેના મારા સંબંધો એકદમ પ્રોફેશનલ છે. મેં એક કલાકાર તરીકે હંમેશા તેમની પ્રશંસા કરી છે અને એ વાતનો આનંદ છે કે તમિલ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને થોડી વધુ સારી રીતે ઓળખી શક્યો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here