અનીતા હસનંદાનીએ બોમ્બ ફોડીને કર્યું દીકરાનું સ્વાગત, ફેન્સ ચોંક્યા

0
25
Share
Share

મુંબઈ,તા.૨૨

ટીવી અભિનેત્રી અનીતા હસનંદાની અને રોહિત રેડ્ડીએ કેટલાક દિવસો પહેલાં જ એક દીકરાના માતા પિતા બન્યા છે. આ વાતની જાણકારી રોહિતે ઈન્સ્ટા પર આપી હતી અને ફેન્સ વચ્ચે ખુશીના સમાચાર વહેંચ્યા હતા. ત્યારે હવે અનિતાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રોહિત અને બન્નેનો દીકરો પણ જોવા મળી રહ્યા છે. હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સની ચર્ચાનો વિષય બન્યો છે. અનીતાએ સાથે જ કેપ્શન લખ્યું છે કે,વેલકમ દીકરા આરવ

અનીતાએ એક ફિલ્ટરનો ઉપયોગ કરીને જણાવ્યું કે કઈ રીતે તેના દીકરાનો જન્મ થયો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અનીતાના પેટ પર એક બોમ્બ દોરેલો છે અને પછી રોહિત તેને આગ લગાવે છે. જેવો જ આ બોમ્બ ફૂટે છે કે તરત જ અનીતા અને રોહિત બે માંથી ત્રણ થઈ જાય છે. એટલે કે તેનો દીકરો પણ આ વીડિયોનો ભાગ બની જાય છે.

હવે આ વીડિયો ફેન્સ વાયરલ કરી રહ્યા છે અને ખુબ પ્રેમ આપી રહ્યા છે. ૯ ફેબ્રુઆરીએ રોહિતે પોતાની અને અનિતાની એક તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે દીકરો થયો છે. ત્યારબાદ લોકોએ પેટ ભરીને શુભકામનાઓ આપી હતી. અનીતાએ ૨૦૨૦માં ઓક્ટોબરમાં પોતાના ફેન્સ સાથે પ્રેગ્નેન્સીના સમાચાર શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અનીતાએ ૨૦૧૩માં રોહિત સાથે લગ્ન કર્યા હતા. અનીતા ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં જોવા મળી ચૂકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here