અનિડા ભાલોડી ગામમાં કોરોનાના બે કેસ આવતાં સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય

0
20
Share
Share

રાજકોટ,તા.૦૨

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જોકે દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ ૧૩૧૦ કોરોના કેસ નોંધાયા હતા. ત્યારે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લોકોની જબરજસ્ત જાગૃતિ જોવા મળી છે.

ગામમાં માત્રને માત્ર ૨ જ કેસ પોઝિટિવ આવતાં ગામના લોકોએ અનોખો નિર્ણય લીધો હતો. ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના લોકોની જાગૃતિને દાદ દેવી પડે કારણ કે અનિડા ગામના લોકોએ પ્રધાનમંત્રીની વાત સ્વિકારી હતી. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ગોંડલના અનિડા ગામના લોકોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. નાના એવા ગામમાં કોરોનાને લઈને મોટી જાગૃતિ જોવા મળી રહી છે.

૫ દિવસ સુધી ગામની તમામ દુકાનો તેમજ ગામ બંધ રહેશે. બહાર ગામથી લોકોને ગામમાં નહીં આવવાનું તેમજ ગામના લોકોને બહાર ન જવાનું નક્કી કરવામાં આવ્યું છે. અનિડા ગામમાં કેસો વધે નહીં તેમજ આસપાસ ગામમાં વધતાં કેસોને લઈને પોતાના ગામમાં ચેપ ફેલાઈ નહીં તે માટે સરપંચ તેમજ ગામના લોકોએ નિર્ણય કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here