અનામત બચાવવાની સફળતા માટે પ્રવીણ રામને અભિનંદન પાઠવતી જન અધિકાર મંચ અમરેલીની ટીમ

0
34
Share
Share

હાઇકોટર્ના ઠરાવથી આંદોલન કરતા લોકોને મળેલી સફળતા

સાવરકુંડલા તા.૩

અનામતનો મુદ્દો આ દેશ અને રાજ્યમાં વારંવાર ઉછળતો રહે છે અને  અનેક આંદોલનો થાય છે , ઘણી વાર અનેક સમાજો અનામત લેવા માટે આંદોલન કરે છે તો ઘણીવાર અનામત પ્રથા દૂર કરવા માટે આંદોલનો થાય છે,અનામત એ સામાજિક ,આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને મુખ્ય ધારામાં લાવવા માટેનો પ્રયાશ છે પરંતુ થોડા સમય પહેલા રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા ૧/૮/૧૮ નો ઠરાવ લાવી ફરીથી અનામત નો મધપૂડો છંછેડી દીધો, ૧/૮/૧૮ ના ઠરાવ મુજબ ઓબીસી,એસસી,એસટી કે ઇબિસી ની મહિલાઓને વધારે માર્કસ હોઇ તો પણ તે જનરલ મેરીટમા સ્થાન ના લઈ શકે , જે નિયમોની વિરુદ્ધ હતું અને કદાચ અધિકારીઓના આ પ્રયાશને અનામત હટાવવાની શરુવાત પણ કઈ શકાય અને આ ઠરાવ આવવાથી એવી શરુવાત પણ કદાચ થઈ ચૂકી હતી ,અમુક ભરતીઓ તો આ ઠરાવ મુજબ થઈ પણ ચૂકી હતી પરંતુ કોઈના ધ્યાનમાં આ મુદ્દો આવ્યો નહી પરંતુ પોલીસ કોન્સ્ટેબલની મોટી ભરતી આવતા ઓબીસી,એસસી,એસટી અને ઇબીસી ની મહિલાઓને મોટા પાયે અન્યાય થયો અને આ અન્યાય થતાં આ મહિલાઓએ ,આંદોલનકારી પ્રવીણભાઇ રામે અને અન્ય સાથી મિત્રોએ આ ઠરાવ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને લગભગ ૭૦ દિવસથી પણ વધારે ગાંધીનગર ખાતે અસરકારક રીતે આંદોલન કર્યું અને તમામ લોકોએ આ ઠરાવને અનામત વર્ગના લોકો માટે અન્યાયકારી ગણાવ્યો અને સાથે સાથે આ ઠરાવને રદ કરવાની ઉગ્ર માંગણી પણ કરી પરંતુ સામેની બાજુ બિનઅનામત વર્ગ પણ આ ઠરાવને રદ ના કરવો જોઈએ એવી માંગણી સાથે મેદાનમાં આવ્યો અને ફરીથી ગુજરાતમાં અનામત અને બિનઅનામત વર્ગ આમને સામને આવી ગયો પરંતુ સરકારે પોલીસ કોન્સ્ટેબલ ભરતી પૂરતા આ ઠરાવને હટાવતા લોકરક્ષક મહિલાઓ,આંદોલનકારી પ્રવીણભાઇ રામ અને અન્ય સાથીમિત્રોનો લોકરક્ષકની પરિક્ષા પૂરતો વિજય થયો અને ત્યારબાદ તાજેતરમાં હાઈકોટર્ દ્વારા આ ઠરાવને જ રદ કરવાનો નિદર્ેશ અપાતા લોકરક્ષક મહિલાઓ,આંદોલનકારી પ્રવીણભાઇ રામ અને સાંથીમિત્રો દ્વારા ચલાવવામાં આવેલી લડતને સંપૂર્ણ સફળતા મળી અને સાથે સાથે વધારે મહત્વનું એ હતું કે અનમાત હટાવવાના પ્રાથમિક પ્રયાશને નિષ્ફળ બનાવવામાં પ્રવીણભાઇ રામ અને સાથી મિત્રો સફળ રહ્યા

આ સફળતા બાબતે પ્રવીણભાઇ રામ સાથે વાત કરતા એમણે જણાવ્યું કે આ સફળતાના કારણે મુખ્ય ૩ ફાયદાઓ થશે ,એક તો ઓબીસી, એસસી,એસટી અને ઈબિસી ની મહિલાઓને ફાયદો થશે, બીજો ફાયદો એ થશે કે અનામતમાં છેડછાડ કરવા વાળા અધિકારીઓને જડબાતોડ જવાબ મળશે અને ત્રીજો ફાયદો અટકી પડેલી તમામ ભરતીઓ ચાલુ થશે અને વધુમાં આ સફળતા બદલ પ્રવીણભાઇ રામ  એલઆરડી મહિલાઓ અને ગીતાબેન ચૌધરી,હસમુખ સક્સેના, અભીજિત સિંહ બારડ,જગદીશભાઈ ભીમ આર્મી, સાગરભાઇ ચૌધરી, નવઘણ જી ઠાકોર,રામજી ઠાકોર,ભરતભાઈ ચૌધરી,દેવેન્દ્રસિંહ ઠાકોર,હાદિર્કભાઈ ચૌધરી,વિષ્ણુભાઈ દેસાઈ,ધરમસિંહ ભાઈ ધાપા,હાદિર્કભાઈ ધાપા અને આંદોલનના અન્ય સાથીમિત્રોને અભિનદન પાઠવવામાં આવ્યા છે સમગ્ર લડત ની સફળતા બદલ અમરેલી જિલ્લા ની જન અધિકાર મંચ ની ટીમ ના દ્વારા પ્રવીણ રામ ની લોકોના પ્રશ્નો મુદ્દે નિઃસ્વાર્થ શાંતી પૂર્વક ના આંદોલનથી સફળતા બદલ અમરેલી જન અધિકાર મંચ ના શિક્ષણ સમિતિ ના જિલ્લા કન્વીનર  ડો. કિરીટ જોટવા, મીડીયા કન્વીનર  કાળુભાઇ વાઘ, ગૌતમ બાલદાણીયા, જીગ્નેશ ભમ્મર  વગેરે દ્વારા અભિનંદન પાઠવવા માં આવ્યાછે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here