અનલોક-5: ૧૫ ઓક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખુલશે

0
44
Share
Share

ન્યુ દિલ્હી,તા.૩૦

  • ખેલાડીઓની ટ્રેનિંગ માટે સ્વિમીંગ પુલ પણ ખોલાશે
  • સ્કૂલ-કોલેજ, કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકશે
  • સ્કૂલ શરૂ થયા પછી વિદ્યાર્થીને સ્કૂલે આવવા ફરજ પાડી શકાશે નહીં
  • ૩૧ ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ જારી

૧૫ ઓક્ટોબર પછી આ રીતે અમલ થશે

  • સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિએટર્સને ૫૦% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે
  • બિઝનેસ એક્ઝિબિશન (બી૨બી)ને મંજૂરી અપાશે જે વાણિજ્ય મંત્રાલયની શરતોને આધિન રહેશે.
  • ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે.
  • મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
  • સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લેવા મુક્ત.
  • હજી પણ ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવા ભલામણ.
  • સ્કૂલો ખૂલ્યા પછી પણ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ જ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી.
  • વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ/કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે.
  • હાજરી માટે કોઈ ફરજ નહીં પાડી શકાય, તેનો સંપૂર્ણ આધાર વાલીની સંમતિ પર રહેશે.
  • સ્કૂલોએ ખૂલ્યા પછી પણ શિક્ષણ વિભાગની એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે.
  • કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય પણ આ રીતે જ લેવાશે.
  • પીએચડી-અનુસ્નાતક જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૧૫મી પછી લેબ/પ્રયોગકાર્યને મંજૂરી.

કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં ૧૦૦થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે.

બંધ હોલમાં બેઠક ક્ષમતાના મહત્તમ ૫૦% અને વધુમાં વધુ ૨૦૦ લોકોને મંજૂરી અપાશે. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-થર્મલ સ્ક્રીનિંગ-હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે.

  • કોમર્શિયલ ધોરણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધિત.
  • મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળો બંધ રહેશે.
  • ૩૧ ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ જારી.
  • રાજ્ય સરકારો કન્ટેન્મેન્ટ ઝોન બહાર કોઈ લોકડાઉનનો અમલ નહીં કરી શકે.
  • આંતરરાજ્ય તથા રાજ્યની અંદરના પરિવહન પર કોઈ રોકટોક નહીં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here