અનલોક ૨માં રાત્રિ દરમિયાન એક્સપ્રેસ બસ સેવા ચાલુ કરી દેવા નિર્ણય

0
9
Share
Share

અમદાવાદ,તા.૩૦

સમગ્ર દેશમાં સોમવારથી અનલોક ૨નો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઈને એસ.ટી.નિગમની તમામ એક્સપ્રેસ બસોનું સંચાલન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ માટે નિગમના તમામ ૧૬ વિભાગના નિયામકોને પરિપત્ર પાઠવીને તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપી દેવાઇ છે. જો કે હાલમાં આંતરરાજ્ય બસ સેવા બંધ રખાશે. મતલબ કે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની બસો ચાલુ નહીં થાય. બીજા રાજ્યોનાં એસ.ટી. નિગમોની બસ પણ શરૂ નહીં થાય.

કોરોના સંક્રમણને લીધે લોકડાઉન જાહેર કરાયું તે પહેલાં એટલે કે ૨૨ માર્ચથી એસ.ટી.બસ સેવા બંધ કરાઇ હતી. એ પછી ૨૦ મેથી હંગામી ધોરણે સવારના ૭થી સાંજના ૬ વાગ્યા સુધી ફક્ત ઝોન વાઇસ બસ સેવા ચાલુ કરાઇ હતી. ત્યારબાદ અનલોક ૧માં થોડી વધુ છૂટછાટ મળતા ૧ જુનથી રાજ્યભરમાં કન્ટેન્મેન્ટ અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ સેવા ચાલુ કરી દેવામાં આવી હતી.

હવે અનલોક ૨માં રાત્રિ દરમિયાન એક્સપ્રેસ બસ સેવા પણ ચાલુ કરી દેવાનો નિર્ણય લેવાયો છે પણ બીજાં રાજ્યો માટેની બસ સેવા ચાલુ નહીં થાય. રાજ્યમાં આવતીકાલ એટલે કે ૧ જુલાઇથી ૨૦૦૦ એક્સપ્રેસ બસો દોડતી થઇ જશે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here