અનન્યા પાંડેએ ફરી વખત ગ્લેમરસ અવતાર દેખાડ્યો

0
26
Share
Share

અનન્યાની તસવીરો પર તેની બેસ્ટ ફ્રેન્ડ શનાયાની માતાએ અને સંજય કપૂરની પત્ની મહીપ કપૂરે પણ કમેન્ટ કરી છે

મુંબઈ,તા.૨૨

બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની દીકરી અને એક્ટ્રેસ અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અનન્યા પાંડે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આમ તો અનન્યાનો દરેક અંદાજ ફેન્સને પસંદ આવે છે. પણ આ વખતે તેનો બોલ્ડ અંદાજ સૌનાં હોશ ઉડાવી દીધા છે. અનન્યા પાંડેએ તેની બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અનન્યાની આ તસવીરો પર તેની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂરની માતાએ અને બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પત્ની મહીપ કપૂરે પણ કમેન્ટ કરી છે. મહીપ કપૂરે કમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયરની ઇમોજી પોસ્ટ કરી છે. અનન્યાની કેપ્શનમાં કમેન્ટ કરતાં વરૂણ ધવને લખ્યું છે કે, મારી કેપ્શન કોપી કરવાનું બંધ કર પાંડે. અનન્યા પાંડેએ તસવીરો શેર કરતાં લખ્યું છે- મને સાચેમાં એક બર્ગર જોઇએ છે. આ તસવીરોમાં અનન્યા બ્રાઉન એન્ડ વ્હાઇટ મોનોકિનીમાં નજર આવે છે. ફેન્સને અનન્યાનો આ અંદાજ પણ ગમ્યો છે. અનન્યા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને ફેન્સ વચ્ચે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here