અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર

0
72
Share
Share

અનંતનાગ,તા.૩૦

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ આતંકવાદીઓનો સફાયો કરવાની તૈયારી કરી લીધી છે. એક પછી એક ખીણમાં આતંકવાદીઓને ખતમ કરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં મંગળવારે ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયુ હતુ.

સેનાને બાતમી મળી હતી કે અનંગનાગનાં વઘામા વિસ્તારમાં બે આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે, ત્યારબાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ થોડા કલાકોમાં જ બંને આતંકીઓને ઠાર માર્યા હતા. જમ્મુ કાશ્મીરનાં ડીજી દિલબાગસિંહે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકીઓએ સીઆરપીએફ જવાન અને ૫ વર્ષનાં બાળકની ત્રણ દિવસ પહેલા નિર્દયતાથી હત્યા કરી હતી. સુરક્ષાદળોએ બંને આતંકીઓને ઠાર કર્યા છે.

એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. સુરક્ષા દળો દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયો હતો. આતંકવાદીઓ માર્યા ગયા બાદ આ વિસ્તારની ઘેરાબંધી બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યુ. પાકિસ્તાને ફરી એક વાર જમ્મુ કાશ્મીરના બારામુલાના નૌગામ સેક્ટરમાં એલઓસી પાસે તોપ અને હથિયારોથી ફાયરિંગ કરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

પાકિસ્તાને ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી એલઓસી નજીક હુમલો કર્યો છે. ટોપ અને હથિયારો વડે ફાયરિંગ કર્યુ છે. જોકે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબી કાર્યવાહી કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here