અનંતનાગમાં અથડામણઃ હિઝબુલના કમાન્ડર સહિત ત્રણ આતંકી ઠાર

0
71
Share
Share

ત્રાલ બાદ ડોડા જીલ્લો પણ આતંક મુક્ત

માત્ર જૂન મહિનામાં જ ૩૮ આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારાયા

શ્રીનગર,તા.૨૯

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ખલચોરા રૂનીપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ એક મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મોતને ભેટેલા ત્રણ આતંકવાદીની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી. જમ્મૂ કાશ્મીર પોલીસ અને સુરક્ષાબળોએ સંયુક્ત ઓપરેશન કર્યું હતું. સૂત્રોના અનુસાર ઠાર મારેલા આતંકવાદીઓ પાસેથી એક એકે-૪૭ મળી આવી હતી. ૨ પિસ્તોલ પણ મળી આવી હતી. સુરક્ષાબળોનું આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન ચાલુ છે. જૂનના રોજ ૧૩ મુઠભેડમાં ૪૧ આતંકવાદી ઠાર માર્યા છે.

જમ્મૂ કાશ્મીર ના ડોડા જિલ્લો ફરી એકવાર આતંક મુક્ત થઇ ગયો છે. ડોડાના રહેવાસીઓ હિજબુલ કમાંડર મસૂદ સોમવારે સવારે અનંતનાગ જિલ્લામાં થયેલી મુઠભેડમાં ઠાર માર્યા હતા. તે ડોડા જિલ્લામાં જીવિત બચેલો છેલ્લો આતંકવાદી હતો. તેના સફાયા સાથે જ ડોડા જિલ્લામાં આતંકવાદી ખતમ થઇ ગયા છે. મસૂદની પાસેથી હથિયાર મળી આવ્યા હતા.

આ ઘાટીમાં આ ત્રણ આતંકવાદીના મોત સાથે અત્યાર સુધી આતંકવાદીઓની સત્તાવાર સંખ્યા ૧૧૬ થઇ ગઇ છે, જેમાં અત્યાર સુધી તમામ વિભિન્ન આતંકવાદી સંગઠનોના ૭ ઓપરેશન કમાંડર સામેલ છે. ફક્ત જૂન ૧૩મી મુઠભેડ છે જેમાં સુરક્ષાબળોએ ઘાટીમાં ૪૦થી વધુ આતંકવાદીને ઠાર માર્યા છે.

હિજબુલ મુજાહિદ્દીન સુરક્ષાબળોનું મુખ્ય નિશાના પર છે. તમામ આતંકવાદી સંગઠનોમાં તેના સૌથી વધુ આતંકવાદી માર્યા ગયા છે. તેમાં ટોચના કમાંડરોમાં ઓપરેશનલ કમાંડર રિયાઝ નાયકૂ પણ સામેલ છે. તાજેતરમાં પોલીસે દાવો કર્યો હતો હતો કે ત્રાલનો વિસ્તાર હવે હિજ્બ મુક્ત થઇ ગયો છે જે ૧૯૮૯થી હિજ્બુલ મુજાહિદ્દીનનું કેન્દ્ર બની ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here