અદ્‌ભૂત નારી કુ. હેલન કેલરની આજે જન્મ જયંતિ

0
11
Share
Share

ચક્ષુ, કર્ણ અને વાણી એવી ત્રણ મુખ્ય ઇન્દ્રિઓની નિષ્ક્રિયતાનો અભિશાપ જેને મળ્યો હતો તે કુુ. હેલન કેલરની નવ દાયકાનું જીવન પ્રચંડ પરૂષાર્થ, અદ્‌ભૂત જીવનસંઘર્ષ અને પરાક્રમી જીવન વિજયની ભવ્ય ગાથા છે. દુનિયાના કરોડો અંધજનોને પોતાના જીવન દ્રષ્ટાંત વડે સાત દાયકા સુધી ‘તમસો માં જયોતિર્ગમયન’ નો મંત્ર સાકાર કરી તમસથી જયોતિ તરફ ગમન કરાવી બધીરજનોને કાને અપંગતા છતાં અખૂટ કાર્યશકિતનો સંદેશ ફૂંકનાર કુ. હેલન કેલર તેમના જીવન કાળમાં જ એક દંતકથા બની ચુકયા હતા.

આંખ, કાન અને જીભ ત્રણેય ગુમાવી બેઠેલાં આ મહાન સન્નારીએ પોતાની સુંવાળી ચામડીને જ આંખ-કાન બનાવી, સ્વપ્રયાસે અદભુત શકિતઓ સંપાદિત કરેલ. અંગ્રેજી ઉપરાંત લેટિન અને ફ્રેન્ચનું પણ જ્ઞાન ધરાવતા હતા. ‘ધી સ્ટોરી ઓફ માય લાઇફ’ અને ‘ધી વલ્ડર્ આઇ લીવ ઇન’ બે પુસ્તકોમાં અજોડ આત્મકથા અને અન્ય ઉત્તમ ગ્રંથો પણ લખ્યા છે. ૮૦ વર્ષની ઉમરે તેઓ રોજ ૧૦ કલાક કામ કરતા. બ્રેઇલ ટાઇપ રાઇટરથી પત્રોના જવાબ આપતા. બ્રેઇલ લિપીમાં છ સામયિકો લંડનમાં અંગ્રેજીમાં અને પેરિસમાં ફ્રેન્ચમાં પ્રગટ કરતા. પોતાનું આખું જીવન અપંગોની સેવામાં સમર્પિત કર્યુ હતું. અનેક દેશોએ અને વિશ્વ વિદ્યાલયોએ તેમને નિમંત્રી પારિતોષિકો, ચંદ્રકો અને માનપત્રો આપી ધન્યતા અનુભવી હતી. આવા મહાન વિદુષીનું નિર્મળ હાસ્ય અને ઉમળકાભર્યું હસ્તધૂનન મેળવવામાં એન્ડ્‌ુ કાન્રેગી, આઇઝન ઓવર, બનોર્ડ શો, ટાગોર, આઇન્સ્ટાઇન, માર્ક ટવેઇન અને જવાહરલાલ નહેરુ જેવા જગતના મહાપુરૂષોએ ક્ૃતાર્થતા અનુભવી હતી. આવા સદાય આશાવાદી નિમર્ળ હૃદયની વિદુષી આપણા વિશ્વનું ખરા અર્થમાં ‘ધરતીનું લુણ’ હતા.

* કુ. હેલન કેલર ૧૯મી સદીની નેપોલિયન પછીની વિશ્વની બીજી અસામાન્ય વ્યકિત છે.(માર્ક્ટવેઇન-૧૯૧૦)

તીમીરમાંથી તેજ નીચોવનાર વિશ્વની ‘અજાયબી’ અને સુપ્રસિદ્ધ ‘વન્ડર વુમન’ હેલન કેલરના જીવનસંઘર્ષની ઘણી ફિલ્મો અને ટી.વી. સીરિયલો પણ તૈયાર થયેલ. અદ્‌ભૂત નારીને કોટી-કોટી વંદન.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here