અણુ યુદ્ધ : તબાહીનો મસાલો

0
21
Share
Share

દુનિયા પરમાણુ બોમ્બના વિનાશને જોઇ ચુકી છે. જાપાને પરમાણુ હુમલાની અસરનો સામનો કર્યો છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ પરમાણુ હથિયારો બનાવવાની એક પ્રકારથી સ્પર્ધા શરૂ થઇ ગઇ હતી. કેટલાક દેશોએ તો પોતાની સુરક્ષાના નામે પરમાણુ હથિયારો જમા કરવાની શરૂઆત કરી દીધી હતી. અહી સુધી કે પરમાણુ બોમ્બની શોધ કરનાર રોબર્ટ ઓપનહાઇમરે કહ્યુ હતુ કે તેઓ હવે મોત બની ચુક્યા છે. દુનિયાને તબાહ કરનાર બની ચુક્યા છે. છતાં પરમાણુ બોમ્બ ખતમ કરવાની સ્પર્ધા પૂર્ણ થઇ નથી. વર્ષ ૧૯૪૯માં સોવિયત સંઘે પ્રથમ વખત પરમાણુ બોમ્બનુ પરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેના જવાબમાં એક પગલુ આગળ વધીને પોતાના પ્રથમ હાઇડ્રોજન બોમ્બનુ પરીક્ષણ કર્યુ હતુ. આ બોમ્બ તો પરમાણુ બોમ્બ કરતા અનેક ગણા ખતરનાક બોમ્બ સમાન છે. કોલ્ડ વોર દરમિયાન પરમાણુ યુદ્ધની આંશકા સર્જાઇ હતી. ઉત્તર કોરિયા અને પાકિસ્તાન જેવા દેશો પાસેથી હમેંશા ખતરો રહે છે.

અમેરિકા અને રશિયા જેવા દેશો ગંભીરતા સમજે છે. ઉત્તર કોરિયાની સરમુખ્યત્યારશાહી અને પાકિસ્તાનમાં અસ્થિર રાજકીય સ્થિતી ખતરાને વધારે છે. સિરિયા અંગે પણ કહેવામાં આવે છે કે તે પણ પરમાણુ તાકાત હાંસલ કરવાના પ્રયાસમાં છે. આગામી દિવસોમાં વિશ્વના દેશોને વધારે સાવધાન થઇને ગંભીરતા સમજીને આગળ વધવાની જરૂર દેખાઇ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here