અટલબીહારી બાજપાઈ જન્મજયંતી અંતર્ગત સુશાસન દિવસ નિમિતે….

0
15
Share
Share

શહેર ભાજપ મહીલા મોરચા દ્વારા મનોદીવ્યાંગ બાળકોને ગરમ શાલ અને ચીકીનું વિતરણ કરાયું

રાજકોટ, તા.૨૬

ભારતીય જનતા પાટર્ીના પ્રથમ અઘ્યક્ષ, પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલજી સ્વ.અટલબીહારી બાજપાયીજીની જન્મજયંતી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થકી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયાની આગેવાનીમાં ગોંડલ રોડ ખાતે મનોદીવ્યાંગ દીકરીઓની સંસ્થા, સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ અને મનોદીવ્યાંગ ભાઈઓની સંસ્થામાં ચીકી અને ગરમ શાલનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, કંચનબેન સિઘ્ધપુરા, ડો.દર્શીતાબેન શાહ, રસીલાબેન સાકરીયા, ડો.ઉન્નતીબેન ચાવડા, કાશ્મીરાબેન નથવાણી, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, જાગૃતીબેન ઘાડીયા, અનીતાબેન ગોસ્વામી, ધારાબેન વૈષ્ણવ સહીતના ઉપસ્થિત રહયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here