અજીત ડોભાલનો ચીન-પાકિસ્તાનને કડક સંદેશ

0
16
Share
Share

અમે ભારતમાં જ નહીં પરંતુ વિદેશી ધરતી પર પણ લડીશું

ન્યુ દિલ્હી,તા.૨૬

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ એ વિજયાદશમીના અવસર પર ચીન અને પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો છે. ચીનની સાથે એલએસી પર ચાલી રહેલા તણાવની વચ્ચે ડોભાલ એ સંતોની એક સભાને સંબોધિત કરતાં કહ્યું કે આ નવું ભારત નવી રીતે વિચારે છે અને અમે ભારતમાં જ નહીં પરંતુ વિદેશી ધરતી પર પણ લડીશું. અમને જ્યાં પણ ખતરો દેખાશે, અમે ત્યાં પ્રહાર કરીશું. ડોભાલ ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમે પહેલાં કોઇની પર પણ આક્રમણ કર્યું નથી. આ અંગે બધાના પોતાના વિચાર છે. જો ખતરો કયાંયથી આવી રહ્યો હોય તો કરી દેવું જોઇતું હતું.

દેશને બચાવવો જરૂરી હોય છે. તેમણે આગળ કહ્યું કે અમે ત્યાં લડીશું જ્યાં તમારી ઇચ્છા છે, એ જરૂરી તો નથી. અમે ત્યાં જ લડીશું જ્યાંથી અમારા પર ખતરો આવી રહ્યો છે અને અમે તે ખતરાનો મુકાબલો ત્યાં જ કરીશું. ડોભાલે આગળ કહ્યું કે અમે અમારા સ્વાર્થ માટે યુદ્ધ કર્યું નથી. અમે યુદ્ધ તો કરીશું. અમારી જમીન પર પણ કરીશું અને બહાર પણ કરીશું પરંતુ અમારા ખાનગી સ્વાર્થ માટે નહીં પરંતુ પરામર્થ માટે કરીશું. માનવામાં આવી રહ્યું છે કે ડોભાલ એ પોતાના નિવેદન અંગે પાકિસ્તાન અને ચીનને કડક સંદેશો આપ્યો છે. જો કે સત્તાવાર સૂત્રો આનાથી અલગ મંતવ્ય ધરાવે છે. ડોભાલના નિવેદન બાદ સત્તાવાર સૂત્રોએ સ્પષ્ટતા કરી કે તેમણે જે પણ કહ્યું કે સભ્યતાના સંદર્ભમાં હતું.

તેમની ટિપ્પણી હાલના સંદર્ભમાં કોઇની વિરૂદ્ધ નથી. આપને જણાવી દઇએ કે પાછલા દિવસોમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરિયન યુદ્ધની વર્ષગાંઠ પર રાષ્ટ્રવાદી સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે કયારેય રાષ્ટ્રીય સંપ્રભુતા, સુરક્ષા અને વિકાસ હિતોને નુકસાન પહોંચાડવાની કોઇને મંજૂરી આપીશું નહીં. જિનપિંગે કહ્યું હતું કે અમે કોઇને અમારા દેશમાં ઘૂસણખોરી અને અમારી પવિત્ર માતૃભૂમિના વિભાજનની મંજૂરી આપીશું નહીં. જો કોઇપણ ગંભીર પરિસ્થિતિ આવે છે તો ચીની લોક ચોક્કસપણે તેનો પ્રતિકાર કરશે. માનવામાં આવી રહ્યું છે કે ચીની રાષ્ટ્રપતિનું આ નિવેદન ભારત, અમેરિકા કે તાઇવાન માટે હોઇ શકે છે. ત્રણેય દેશો હાલ ચીન માટે પડકાર બની ગયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here