અજય દેવગણની પુત્રી ન્યાસાએ ડાન્સ મૂવ્સ દેખાડ્યા

0
16
Share
Share

ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ થયો

ન્યાસાની એક ફેન ક્લબે તે તેની બે બેસ્ટ ફ્રેન્ડ્‌સ સાથે ડાન્સ કરી રહી હોય તેવો એક વીડિયો પોસ્ટ કર્યો છે

મુંબઈ,તા.૧૩

અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસા બોલિવુડના મોસ્ટ ફેવરિટ સ્ટાર કિડમાંથી એક છે. જ્યારે પણ ન્યાસા મુંબઈમાં સ્પોટ થઈ છે, ત્યારે તે પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં નિષ્ફળ ગઈ નથી. હાલમાં, ન્યાસાના એક ફેન ક્લબે તે તેની બે બેસ્ટ ફ્રેન્ડ્‌સ સાથે ડાન્સ કરી રહી હોય તેવો એક વીડિયો પોસ્ટ કર્યો છે. ફ્રેન્ડ્‌સ સાથે ડાન્સ કરી રહેલી ન્યાસાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે વ્હાઈટ ક્રોપ ટોપ અને ડેનિમમાં જોવા મળી રહી છે. ફ્રેન્ડ્‌સ સાથેના ડાન્સને તે ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે. ન્યાસા હાલ સિંગાપોરમાં છે અને હાલ તે ત્યાં અભ્યાસ કરી રહી છે. સિંગાપોરમાં શાળાઓ અને કોલેજો શરૂ થતાં મમ્મી કાજોલ સાથે ન્યાસા ત્યાં પહોંચી ગઈ હતી. કાજોલ થોડા મહિનાઓ ત્યાં જ રહેશે. સૂત્રોએ મુંબઈ મિરરને જણાવ્યું હતું કે, ન્યાસા સિંગાપોરની યુનાઈટેડ વર્લ્‌ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયામાં ભણે છે અને કાજોલ તેમજ અજય નહોતા ઈચ્છતા કે દીકરીનું ભણતર બગડે. આ સિવાય કોરોના મહામારી દરમિયાન વિદેશમાં ન્યાસા એકલી રહે તેવી પણ કપલની ઈચ્છા નહોતી. તેથી તેને કંપની આપવા માટે કાજોલ તેની સાથે ગઈ છે. આગામી કેટલાક મહિના સુધી કાજોલ સિંગાપોરમાં રહેશે. ન્યાસાને રહેવામાં કોઈ તકલીફ ન પડે તે માટે કાજોલ અને અજય દેવગણે વર્ષ ૨૦૧૮માં ત્યાં એક એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું હતું. બીજી તરફ અજય દેવગણ દીકરા યુગ સાથે મુંબઈમાં છે. ઉલ્લેખનીય છે કે, ન્યાસા અજય દેવગણની લાડકી છે અને કોઈ તેને કંઈ કહી જાય તે એક્ટર સહેજ પણ સહન કરી લેતો નથી. ગયા વર્ષે ન્યાસા ખૂબ જ ટ્રોલ થઈ હતી ત્યારે અજય દેવગણે ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રોલર્સને બરાબરનો જવાબ આપ્યો હતો. એક્ટરે કહ્યું હતું કે, ’આ પ્રકારની ટ્રોલિંગથી ન માત્ર ન્યાસા પરંતુ અમારો આખો પરિવાર પ્રભાવિત થાય છે. ન્યાસા હજુ નાની છે અને લોકો ક્યારેક ગરિમા ભૂલી જાય છે. હું નથી જાણતો કે આ કેવા પ્રકારના લોકો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here