લખનૌ,તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારનો નાણાંકિય ૨૦૨૧-૨૨ના બજેટ ૨૦૨૧ રજૂ કર્યું છે. બજેટ બાદ સત્તા પક્ષ અને વિપક્ષની પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે બજેટ ૨૦૨૧ ઉપર નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યું કે, આ બજેટે એ બધા પ્રદર્શનકારી ખેડૂતોને શું આપ્યું? બીજેપી હંમેશા કહેતી હતી કે આવક બમણી કરશે, શું આ બજેટમાં ખેડૂતોની આવક બે ગણી થઈ રહી છે? આપણા યુવકો જે અભ્યાસ કરવા માંગે છે તેમના માટે કામ, રોજગાર માટે આ બજેટમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે. શું તેમને રોજગાર મળશે?
આ બજેટથી અર્થવ્યવસ્થાને મજબૂતી મળશેઃ રાજનાથ સિંહ
ભાજપના સીનિયર નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહે બજેટ ૨૦૨૧-૨૨ના વખાણ કર્યા અને કહ્યું કે, આ બજેટથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. લોકોને આશા નહતી કે આ પ્રકારનું બજેટ રજૂ થશે. કારણ કે આ પહેલાં પણ આજ પ્રકારના પાંચ મિની બજેટ રજૂ થયા છે. આ ખૂબ શાનદાર બજેટ છે, તેની પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. રક્ષા ક્ષેત્રના બજેટમાં પણ વધારો થયો છે.
સંસદમાં વિપક્ષે કૃષિ કાયદાને પરત ખેંચોના નારા લગાવ્યા
વિપક્ષી સાંસદોના હોબાળાને જોતા નાણાં મંત્રીએ થોડાં સમય માટે પોતાનું ભાષણ રોકવું પડ્યું હતું. આ દરમિયાન વિપક્ષના નેતાઓએ કૃષિ કાયદો પરત ખેંચોના સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા.