અક્ષય સસ્પેન્સ ફિલ્મ કરશે

0
40
Share
Share
  • અબ્બાસ મસ્તાન નવી ફિલ્મ બનાવવા તૈયાર
  • ટુંક સમયમાં જ પ્રોજેક્ટને લઇને માહિતી જાહેર થઇ શકે

મુંબઇ,તા. ૨૯

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર વધુને વધુ ફિલ્મો કરવા માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે આ સમયમાં તે વધુને વધુ કામ કરી લઇને સક્રિય રહેવા માટે તૈયાર છે. તે નંબર ગેમમાં વિશ્વાસ કર્યા વગર જે ફિલ્મો આવી રહી છે તે કરી રહ્યો છે. તેની ફિલ્મો સરેરાશ કમાણી પણ કરી રહી છે. હાલમાં કોરોના વાયરસના કારણે તેની કેટલીક ફિલ્મો અટકી છે. જે પૈકી જે ફિલ્મ સૌથી પહેલા રજૂ કરવામા આવનાર છે તે સુર્યવંશી છે. આ ફિલ્મ બનીને તૈયાર છે. સ્થિતી હળવી થયા બાદ તરત જ ફિલ્મ રજૂ કરાશે. દશકા બાદ ફરી એકવાર ખિલાડી ફિલ્મના નિર્દેશક જોડી સાથે કામ કરનાર છે. આ અંગે અક્ષય કુમારે તૈયારી દર્શાવી છે. હિટ જોડીની સાથે કામ કરવાને લઇને બન્ને આશાવાદી છે. એવા હેવાલ આવી રહ્યા છે કે કેટલાક પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેલા અક્ષય કુમારે અબ્બાસ મસ્તાનના નિર્દેશનમાં બનનાર ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ ગઇ છે. અબ્બાસ મસ્તાન સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. અબ્બાસ મસ્તાનના નિર્દેશનમાં બનેલી એતરાજ ફિલ્મમાં તે છેલ્લે અક્ષય કુમાર જોવા મળ્યો હતો. મિડિયા હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સ્ક્રીપ્ટ અક્ષય કુમાર વાંચી ચુક્યો છે. તેને પટકથા ખુબ પસંદ પડી છે. ફિલ્મમા ૧૨ પાત્રો રાખવામાં આવ્યા છે. એવી આશા છે કે આ ફિલ્મને લોકો ખુબ પસંદ કરનાર છે. આને શુટ કરવા માટે અક્ષય કુમાર તેના વ્યસ્ત કાર્યક્રમ હેઠળ ૨૫ દિવસ કાઢનાર છે. જો કે પટકથા પર અક્ષય કુમારે સ્પષ્ટ રીતે કામ કરવાની તૈયારી દર્શાવી નથી. આ પહેલા અક્ષય કુમાર અબ્બાસ મસ્તાની સાથે ખિલાડી, એતરાજ અને અજનબીમાં નજરે પડ્યો હતો.  કોરોના વાયરસના ફેલાવાને કારણે હાલમાં બોલિવુડમાં તમામ ફિલ્મોના શુટિંગ રોકાઇ ગયા છે. સાથે સાથે તમામ લોકો ઘરમાં છે. આવી સ્થિતીમાં બોલિવુડમાં શાંતિ પ્રવર્તી રહી છે. જો કે હવે ફિલ્મને લઇને ફરી તમામ બાબતો આગળ વધી રહી છે. અક્ષય કુમાર બોલિવુડ ફિલ્મોને લઇને સતત સક્રિય રહેલો છે. હાલમાં તેની પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં સુર્યવંશી, લક્ષ્મી બોંબ, બેલ બોટમ અને પૃથ્વીરાજ ચોહાણ પરની બાયોપિક ફિલ્મનો સમાવેશ થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here