અક્ષય કુમારે રામ મંદિરના નિર્માણ માટે દાન આપી વીડિયો કર્યો શૅર

0
20
Share
Share

મુંબઈ,તા.૧૮

૧૪ જાન્યુઆરીથી અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત થઇ છે. સામાન્ય માણસથી લઈ રાષ્ટ્રપતિ, સાંસદ તમામ લોકો યથાશક્તિ દાન આપી રહ્યાં છે. હવે બોલિવૂડમાંથી સૌ પહેલાં અક્ષય કુમારે રામ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે અને આ અંગેનો એક વીડિયો પણ શૅર કર્યો છે. અક્ષય કુમારે સો.મીડિયામાં ૧ મિનિટ અને ૫૦ સેકેન્ડનો એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તે પણ આ અભિયાનમાં જોડાઈ ગયો છે. વીડિયો કેપ્શનમાં કહ્યું હતું, ’બહુ જ આનંદની વાત છે કે અયોધ્યામાં આપણા શ્રીરામનું ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. હવે યોગદાનનો વારો આપણો છે. મેં શરૂઆત કરી દીધી છે. આશા છે કે તમે પણ સાથ આપશો. જય સિયારામ. વીડિયોમાં અક્ષય સૌ પહેલાં કહે છે, ’ગઈ કાલ રાત્રે મેં મારી દીકરી નિતારાને એક વાર્તા સંભળાવી હતી.

તમે પણ સાંભળો… તો એવું હતું કે એક બાજુ વાનરસેના હતી અને બીજી બાજુ લંકા. બંનેની વચ્ચે દરિયો હતો. હવે વાનરસેના મોટા મોટા પથ્થર ઊંચકીને દરિયામાં નાખતી હતી. રામ સેતનું નિર્માણ કરીને સીતા મૈયાને અયોધ્યા લાવવા માગતા હતા. અક્ષયે આગળ કહ્યું હતું, ’પ્રભુ શ્રીરામ તટ પર ઊભા ઊભા બધું જ જોતા હતા. ત્યારે તેમની નજર એક ખિસકોલી પર પડી. ખિસકોલી પાણીમાં જતી હતી અને પછી કિનારે આવતી અને રેતીમાં આળોટતી હતી. પછી રામ સેતુના પથ્થરો તરફ ભાગતી, પછી પાણીમાં જતી, પછી રેતીમાં અને પછી પથ્થરોમાં…રામજીને નવાઈ લાગી કે આ શું થઈ રહ્યું છે. તે ખિસકોલી પાસે ગયા અને તેને પૂછ્યું કે તું શું કરે છે? તો ખિસકોલીએ જવાબ આપ્યો કે હું મારા શરીરને ભીનું કરીને તે રેતીમાં આળોટું છું અને પછી પથ્થરોની વચ્ચે જે તિરાડો છે, તેને ભરી દઉં છું.

રામ સેતુ નિર્માણમાં મારું નાનકડું યોગદાન આપું છું. વધુમાં અક્ષયે કહ્યું હતું, ’આજે આપણો વારો છે. અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. આપણામાંથી કેટલાંક વાનર બન્યા, કેટલાંક ખિસકોલી અને પોત-પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપીને ઐતિહાસિક ભવ્ય રામ મંદિર બનાવવામાં ભાગીદાર બનો. મેં શરૂઆત કરી દીધી છે. મને વિશ્વાસ છે કે તમે પણ મારી સાથે જોડાશો, જેથી આગામી પેઢીઓને આ ભવ્ય મંદિરથી મર્યાદા પુરષોત્તમ રામનું જીવન તથા સંદેશા પર ચાલવાની પ્રેરણા મળતી રહે. જય શ્રીરામ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here