અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર રિલીઝ

0
19
Share
Share

મુંબઈ,તા.૯

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. રાઘવ લોરેન્સના નિર્દેશનમાં બનેલી આ કોમેડી હોરર ફિલ્મ તમિલ ફિલ્મ મુન્ની ૨ઃ કંચનાની રિમેક છે. ફિલ્મમાં કિયારા અડવાણી અને અક્ષય કુમાર લીડ રોલમાં છે. આ અક્ષયના કરિયરની પહેલી ફિલ્મ છે જેમાં તે એક કિન્નરનો રોલ કરતો જોવા મળશે. લક્ષ્મી બોમ્બ ૯ નવેમ્બરે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાહકો અક્ષય અને તેની અભિનયની ખૂબ જોરશોરથી પ્રશંસા કરી રહ્યા છે. લક્ષ્મી બોમ્બ લક્ષ્મણ (અક્ષય કુમાર) ની લક્ષ્મી બનવાની સફર બતાવે છે. કિયારા અને અક્ષયની કેમિસ્ટ્રી લાજવાબ છે. મૂવીનું ટ્રેલર કોમેડી અને હોરરથી ભરપૂર છે. ટ્રેલર એકદમ મનોરંજક છે.

ચાહકોને આશા છે કે આ કરતા આ ફિલ્મ વધુ મનોરંજક સાબિત થશે. કિન્નરની ભૂમિકામાં અક્ષયે જોરદાર અભિનય રજૂ કર્યો છે. અક્ષય લક્ષ્મીના લુકમાં જામી રહ્યો છે. લક્ષ્મી બોમ્બનો દરેક સીન રોમાંચથી ભરપૂર છે. અક્ષય કુમારની અત્યંત રાહ જોવાતી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ આવતા મહિને દિવાળી પર ૯મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. કોરોનાના સંકટને કારણે આ ફિલ્મ થિયેટરોને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે અક્ષય કુમાર એક મહિના સુધી તેની આગામી ફિલ્મનું પ્રમોશન કરશે. તેની શરૂઆત નવમી ઓક્ટોબરે ટ્રેલર લોંચ ઇવેન્ટથી થશે. ત્યારબાદ આગામી ત્રીસ દિવસમાં ફિલ્મના ત્રણ ગીતો રિલીઝ કરવામાં આવશે. અક્ષય અગાઉ કેટલાક પત્રકારો સાથે ખાનગી થિયેટરમાં ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટ ગોઠવવા ઈચ્છતો હતો.

પછીથી તેણે જાહેર કાર્યક્રમનો વિચાર છોડી દીધો હતો. નવમી ઓક્ટોબરે ડિજિટલ ટ્રેલર લોંચ થયા પહેલા તે બે દિવસ અગાઉ કેટલાક પસંદગીના પત્રકારો માટે ટ્રેલરનું સ્ક્રીનિંગ ગોઠવશે. રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર ફિલ્મ ડિજિટલી રિલીઝ થાય તે પહેલા એક મહિના માટે પ્રમોશનલ ઝુંબેશ ચલાવશે. સૂત્રોએ વધુમાં કહ્યું કે ‘લક્ષ્મી બોમ્બ’ અક્ષય માટે ખૂબ જ ખાસ છે અને કેટલાકનું કહેવું છે કે અભિનેતાએ જોરદાર અભિનય કર્યો છે. તે ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ કરવા માંગતો હતો, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા તેણે આ નિર્ણય બદલ્યો હતો. તેઓ ફિલ્મના પ્રમોશન માટે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ઇવેન્ટ આઈપીએલ સાથે જોડાશે. તે મેચ પહેલાના શોમાં દેખાઈ શકે છે અને કોમેન્ટરી બોક્સમાં પણ જઈ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here