અક્ષયગઢ નજીક દરગાહમાં ગેરકાયદે મુંજાવર બનીને ધમકી આપતાં શખ્સ સામે ફરિયાદ

0
19
Share
Share

કેશોદ, તા.૩

કેશોદના અક્ષયગઢની બાજુમાં આવેલી ત્રાંગળશા પીરની દરગાહ મા તાળુ તોડી બેસી જનારને મુંજવરે તાળા તોડવા વિશે પૂછતાં આ વખતે મારો વારો છે કહી ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મા નોધાઇ છે. આ બનાવ અંગે ની વિગતો મુજબ કેશોદના અક્ષયગઢ રોડ પર આવેલી ત્રાંગળશા પીરની દરગાહે ઈબ્રાહિમશા મહોબતશા સર્વદી ઉ.૭૦ મુંજવાર છે તેમણે હુસેનશા મિસ્કીનશા સર્વદી સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા.૧ સપ્ટેમ્બર ના રોજ સવારે ૮ વાગ્યે પોતે પોતાના પુત્ર મહોબતશા અને અસ્લમશા સાથે દરગાહે ગયા તો દરગાહ અને મસ્જીદના તાળા તૂટેલા હતા અને હુસેનશા દરગાહમાં બેઠો હતો તેને તાળાં કેમ તોડ્યા પૂછતા હુસેનશાએ કહયું આ વરસે અમારો વારો છે હુ તને બેસવા નહિ દઉ કહી ગાળો દઇ ધમકી આપી હતી ઈબ્રાહીમશા એ ફરિયાદમાં એમ જણાવ્યું છે કે પોતે ગુજરાત વકફ બોર્ડના હુકમ મુજબ મુંજાવાર તરીખે બેઠા છે પણ હુસેનશા ને ત્રાઞળશા પીરની દરગાહે બળજબરીથી બેસવું હોય તેણે દરગાહ અને મસ્જીદના તાળા તોડી પોતાને અને પોતાના પુત્રોને ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here