અંબાતી રાયડુ ઇજાગ્રસ્ત થતા આગામી મેચમાંથી બહાર

0
24
Share
Share

દુબઇ,તા.૨૪

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝન શરૂ થઇ ચૂકી છે. દરેક ટીમમાં મેચ વિનર ખેલાડીઓની વાપસી થઇ રહી છે, ત્યારે ધોનીને એક મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ છે કે ચેન્નાઇ સુપર કિંગ્સનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી અંબાતી રાયડુ ઇજાના કારણે બહાર થઇ ગયો છે. રાયડુ આગામી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ નહીં રમે.

સીએસકે ટીમ મેનેજમેન્ટે જાણકારી આપી છે કે, રાયડુ આગામી મેચ નહીં રમી શકે, પ્રથમ મેચનો હીરો રાયડુ રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધની મેચ પણ નહતો રમી શક્યો, અને સીએસકે આ મેચ ૧૬ રનથી હારી ગઇ હતી.

સીએસકેના સીઇઓએ રાયડુની ઇજાને વધુ ગંભીર નથી ગણાવી, તેમને કહ્યું કે રાયડુ હેમસ્ટ્રિંગ ઇન્જરી સામે ઝઝૂમી રહ્યો છે, પર તેનુ વધુ એક મેચ ના રમવુ નક્કી છે, આ પછી રાયડુ પુરેપુરો રમવા માટે તૈયાર થઇ જશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here