અંબાજી મંદિરના ચાચર ચોકમાં આ વર્ષે નવરાત્રી દરમિયાન નહીં યોજાય ગરબા

0
20
Share
Share

અંબાજી,તા.૧૩

૧૭ ઓક્ટોબર શનિવારથી પવિત્ર શરદ નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરંતુ રાજ્ય સરકારના આદેશ મુજબ જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબાના આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરના ચાચર ચોકમાં આ વર્ષે કોઈપણ પ્રકારના ગરબાનું આયોજન નહીં કરવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નવરાત્રીના સમયગાળા દરમિયાન યાત્રાળુઓ માટે દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે.

સરકારની ગાઈઢલાઈન મુજબ દરેક યાત્રાળુઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. માસ્ક વગર કોઈ પણને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શક્તિદ્વારથી ટોકન મેળવી, ટેમ્પરેચર ચેક કરાવી અને સેનિટાઈઝ થઈને દરેક દર્શનાર્થીને મંદિરમાં પ્રવેશ મેળવવાનો રહેશે. દરેક પ્રવેશાર્થીનું થર્મલ સ્કેનિંગ પણ કરવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખીને ૧૦ વર્ષથી નાના બાળકો અને ૬૫ વર્ષથી વધુના સીનિયર સિટીઝન દર્શન માટે ન આવે અને ઘર બેઠા જ માતાજીની પૂજા-અર્ચના કરે તેવી મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here