અંબાજી: પ્રસાદની વધુ કિંમત વસૂલનાર દુકાનદારને પાંચ હજારનો દંડ

0
23
Share
Share

કેટલાક વેપારીના કારણે તીર્થ સ્થાનોની છબી ખરડાય છે ગુજરાતના વેપારીઓનું નામ પણ ખરાબ થાય છે : કોર્ટ

અંબાજી,તા.૧૦

અંબાજી ટાઉનમાં શ્રદ્ધાળુ પાસેથી પ્રસાદની વાસ્તવિક કરતાં વધારે કિંમત વસૂલનાર એક દુકાનના માલિકને કન્ઝ્‌યૂમર કોર્ટે ૫ હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, આવા કેટલાક વેપારીના કારણે જ તીર્થ સ્થાનોની છબી ખરડાય છે અને ગુજરાતના વેપારીઓનું નામ પણ ખરાબ થાય છે. આ કેસમાં, થરામાં રહેતા રાજેન્દ્રપ્રસાદ રાઠોડ જાન્યુઆરી ૨૦૧૮માં અંબાજી મંદિર ગયા હતા. મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા, મહાશક્તિ પ્રસાદ સ્ટોર્સના માલિકે તેમને નારિયેળ અને પ્રસાદ લઈ જવાનું કહ્યું, દુકાન મંદિરના ગેટની સામે આવેલી છે. દુકાનના માલિકે તેમને પ્રસાદના બદલે થાળ લઈ જવાની સલાહ આપી. થાળની કિંમત પૂછતાં દુકાનદાર ગિરિશકુમાર જોશીએ ભારપૂર્વક કહ્યું હતું કે, રાઠોડ પહેલા મંદિરની મુલાકાત લઈ લે અને પછી તેઓ વ્યાજબી કિંમત લેશે. જ્યારે રાજેન્દ્રપ્રસાદ પાછા આવ્યા તો, દુકાનદારે તેમની પાસેથી એક થાળના ૯૧૧ રુપિયા વસૂલ્યા. રાઠોડે અનિચ્છાએ ૧,૮૨૨ રૂપિયા ચૂકવી તો દીધા પરંતુ અયોગ્ય વેપાર પ્રથા માટે જોશી સામે દાવો માંડવા સ્થાનિક ગ્રાહક અધિકાર જૂથની મદદ લીધી. કેસની સુનાવણી કર્યા બાદ, બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે તારણ કાઢ્યું હતું કે, તે પ્રાઇમૅ ફેસી ઈન્ફાયર ટ્રેડ પ્રેક્ટિસ છે અને દુકાનદારે છેતરપિંડી કરી છે.

કોર્ટે કહ્યું કે, વેપારીએ વસ્તુ વેચતા પહેલા ભાવ અંગે ગ્રાહકને માહિતી આપવી જોઈએ. દુકાનના માલિકને ગ્રાહક પાસેથી વસૂલેલા વધારાના ૧,૬૦૨ રૂપિયા પરત કરવા સિવાય કોર્ટે આ પ્રકારના વલણની નિંદા કરી હતી. સાથે જ કહ્યું હતું કે, ’અંબાજીને ભારતનું પ્રખ્યાત શક્તિપીઠ છે. જો ભક્તો પાસેથી પ્રસાદની વધુ કિંમત વસૂલવામાં આવશે તો આ પવિત્ર તીર્થધામની છબી ખરડાશે તેમજ ગુજરાતના અન્ય વેપારીઓનું નામ પણ ખરાબ થશે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ’આ પ્રથાને બંધ કરવી અને કાયદાનું પાલન કરાવવું જરૂરી છે, જેથી શ્રદ્ધાળુઓને વેપારીઓ દ્વારા છેતરવામાં ન આવે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી કરવા માટે આવી પ્રવૃતિને રોકવી જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here