અંજાર : રાપર ખોખરા ગામે શાળામાંથી ૧પ હજારની મતાની ચોરી

0
14
Share
Share

પધર ગામે ફેકટરીમાંથી ૯૦ હજારની મતાની ચોરી

ભુજ તા. ૧૦

અંજાર તાલુકાના રાપર (ખોખરા) ગામની પ્રાથિમક શાળા તસ્કરો માટે રેઢું પડ બની હોય તેમ અઢી માસની અંદર તસ્કરોએ બીજીવાર ચોરી કરી છે. શાળામાં ત્રાટકેલાં તસ્કરો બે વર્ગખંડમાં લાગેલાં ૫ સીલીંગ ફેન, એક કોમ્પ્યુટર મોનિટર અને ૩ નાનાં-મોટાં સ્પીકર મળી ૧૪૫૦૦ની કિંમતની ચીજવસ્તુ ચોરી ગયાં છે.

ગઈકાલે નિત્યક્રમ મુજબ શાળાનો સ્ટાફ શાળાને તાળું મારી ઘરે ગયો અને આજે સવારે પરત ફર્યો ત્યારે ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અગાઉ ગત ૨૭મી જૂલાઈનાં રોજ આ જ શાળાની કોમ્પ્યુટર લેબમાંથી તસ્કરો એક એલસીડી ટીવી, ૩ એલસીડી મોનિટર અને બે સ્પીકર મળી ૨૯ હજાર રૂપિયાની ચીજવસ્તુ ચોરી ગયાં હતા.

એએમડબલ્યુમાંથી ૯૦ હજારનો માલ-સામાન ચોરાયો

દેવાના બોજ તળે દબાઈને માંદી પડી ગયેલી પધ્ધર નજીક આવેલી એએમડબલ્યુ કંપનીમાંથી તસ્કરો ૩ બેટરી, ટ્રાન્સફોર્મરમાંથી ૫૬ હજારના ૮ બસબાર અને ૨૮ હજારનો વાયર મળી ૯૦ હજારની ચીજવસ્તુની ચોરી કરી ગયાં છે. હાલ કંપનીનો કારભાર એનસીએલટી હસ્તક બેન્ક અધિકારીઓ પાસે છે. વરસાદના લીધે કંપનીની મોટાભાગની લાઈટ અને સીસીટીવી બંધ છે. ચોરીનો બનાવ ગત ત્રીજી તારીખના રોજ પ્રકાશમાં આવ્યો હતો. ત્રણ અજાણ્યા શખ્સો ઈલેકટ્રીક યુટિલીટી બિલ્ડીંગ પાછળ ટ્રાન્સફોર્મરમાંથી ચોરી કરતા હતા સીકયુરીટી ગાર્ડ દોડીને પહોંચ્યા ત્યારે ત્રણેય શખ્સો નાસી છુટયા હતા તપાસ કરતા ૯૦ હજારની મતાની ચોરી થયાનું ખુલ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here