અંજાર : રતનાલ નજીક વિદેશી દારૂની ૪૧૭૬ બોટલ ભરેલો ટ્રક ઝડપાયો

0
14
Share
Share

ભુજ, તા.૨૨

રેન્જ આઈજી હસ્તકના આરઆર સેલે મધરાત્રે અંજારના રતનાલ ગામ પાસે કચ્છ પાસીંગની એક ટ્રકમાંથી ૧૪ લાખ ૬૧ હજાર ૬૦૦ રૂપિયાની કિંમતનો વિદેશી શરાબનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આઈજી સુભાષ ત્રિવેદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાત્રે ૧.૪૦ કલાકે આર.આર.સેલની ટીમે રતનાલ નજીક ચુબડક જતા રોડ પર જીજે૧૨એયુ-૬૨૫૫ નંબરની ટ્રકની તલાશી લીધી હતી.

ટ્રકમાંથી રૂા.૧૪.૬૧ લાખની કિંમતની મેકડોવેલ નં.૧ બ્રાન્ડની ૪૧૭૬ બોટલ મળી આવી હતી. દરોડા સમયે ટ્રક ચાલક સ્થળ પર હાજર મળ્યો ન હોતો. ટ્રકમાંથી પોલીસે એક મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. દસ લાખની ટ્રક સહિત કુલ ૨૪.૬૫ લાખનો મુદામાલ પઘ્ધર પોલીસને સુપ્રત કરાઈ આર.આર.સેલના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર ડોડીયાએ ટ્રક ચાલક સામે પ્રોહિબિશનની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો છે. બનાવની તપાસ ભુજ સીપીઆઈને સોંપાઈ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here