અંજાર : બાઈક સ્વાર બે યુવાનો પર મરચું છાંટી ૪ લાખની લૂંટ ચલાવતા બે શખ્સો

0
33
Share
Share

ભુજ, તા.૨૪

અંજારના કળશ સર્કલ નજીક ચાર લાખની રોકડ રકમ લઈને જતા બાઈક ચાલકની આંખમાં મરચાંની ભૂકી નાખીને બે બાઈક સવારો ચાર લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા.

વાહનોની અવરજવરથી સતત ધમધમતા રહેતા એવા વિસ્તારમાં રાત્રે ૮ ના અરસામાં ફિલ્મી ઢબે થયેલી લૂંટની ઘટનાએ ભારે ચકચાર સર્જી છે. બનાવના પગલે પોલીસે આરોપીને ઝડપી પાડવા ઠેર ઠેર સઘન તપાસ શરૂ કરી છે. દબડા સર્કલ નજીક રહેતો સુનીલ સોરઠીયા નામનો યુવક મની ટ્રાન્સફરને લગતો વ્યવસાય કરે છે. ગઈ રાત્રે તે ૪ લાખની રોકડ ભરેલો થેલો લઈ મોટર સાયકલ પર તેના ભત્રીજા સાથે જતો હતો ત્યારે કળશ સર્કલ નજીક એક બાઈક પર આવેલ બે બુક્કાનીધારી યુવકે તેની આંખમાં મરચું છાંટ્યુ હતુ. આંખમાં મરચું પડતા બળતરાથી સુનીલે બાઈકને તાત્કાલીક બ્રેક મારી દેતા નીચે પડી ગયો હતો. તે સમયે આરોપીઓ ચાર લાખની રોકડ ભરેલો થેલો લૂંટીને નાસી છૂટયા હતા. બનાવ અંગે જાણ થતા પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here