અંજાર : પરિણીતાનું ચાર વર્ષથી શોષણ કરી સગર્ભા બનતા તરછોડી દેતો શખ્સ

0
20
Share
Share

ભુજ તા. ૧૩

જામનગરની પરિણીતાને પ્રેમસંબંધમાં ફસાવી લગ્નની લાલચ આપી લાંબા સમય સુધી પત્નીની જેમ રાખ્યા બાદ તે ગર્ભવતી થયા બાદ યુવકે તરછોડી દેતાં મહિલાએ તેની વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનાર મહિલા હાલ અંજાર તાલુકાના ખંભરા ગામે ખેતમજૂરી કરે છે. જામનગરની ૩૦ વર્ષની પરિણીતાને તેના પતિ જોડે મનમેળ નહોતો. દરિમયાન, તે ધ્રાંગધ્રાના જેસડા મુકામે રહેતા રામાભાઈ ગમારા (ભરવાડ) નામના રીક્ષાચાલક યુવકના સંપકર્માં આવી હતી.

બેઉ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. રામાએ પરિણીતાને પ્રેમલગ્ન કરવાનું વચન આપી તેને ૨૦૧૬માં મોરબી બોલાવી હતી. પરિણીતા પતિને છોડીને મોરબી આવી રામા જોડે રહેવા માંડી હતી. બેઉ જણ ટાઈલ્સની અલગ અલગ ફેકટરીઓમાં કામ કરતાં અને ફેકટરીઓની ઓરડીમાં પતિ-પત્નીની જેમ રહેતા. ટાઈલ્સની ફેકટરીઓમાં કામ મળતું બંધ થતાં રામો તેને ખંભરાની વાડીમાં લઈ આવ્યો હતો. પરિણીતા રામાને અવારનવાર લગ્ન કરવા દબાણ કરતી રહેતી પરંતુ રામો તેને ચાર વર્ષથી ઠાલા વચનો આપ્યાં કરતો. દરિમયાન, થોડાંક દિવસો અગાઉ પરિણીતા ગર્ભવતી બનતાં તેણે રામાને તે અંગે વાત કરી જલદી લગ્ન કરી લેવા જણાવ્યું હતું.  જોકે, રામાએ હાથ અધ્ધર કરી દઈ તારા પેટમાં રહેલો ગર્ભ મારો નથી, બીજા કોઈકનો હશે અને તારે જયાં જવું હોય ત્યાં જતી રહે હું તને નહીં લઈ જાઉં તેવું કહીને ફરી ગયો હતો. ભોગ બનનારે તેને પોલીસ ફરિયાદની ચીમકી આપતા રામાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અંજાર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here