અંજાર નજીક લુટારુઓનો પીછો કરનાર નિર્દોષ યુવકની હત્યા : બે સકંજામાં

0
31
Share
Share

મહીલાનું પર્સ ઝુટવી જનાર બેલડીએ યુવકને છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધુ

રાજકોટ તા. ૧પ

પુર્વ કચ્છના અંજાર નજીક વરસામેડી પાસે વેલસ્પુન નામની ફેકટરી પાસે મહીલાનું પર્સ ઝુટવી જનાર બેલડીનો પીછો કરનાર નીદરેષ યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરનાર બે શખ્સોને પોલીસે ગણત્રીના કલાકમાં ઝડપી લઇ આકરી પુછપરછ હાથ ધરી છે.

વધુ વીગત મુજબ અંજાર નજીક મેઘપર બોરીચી ના લક્ષ્મીનગરમાં રહેતા પૃથ્વીરાજસીંહ ગીરવાનસીંહ રાણા નામના  યુવાન  ની વરસામેડી નજીક  બે શખ્સોએ છરીના ઘા ઝીકી કરપીણ હત્યા નીપજાવ્યાની તેના બનેવી શૈલેન્દ્રસિંહ ધીરુભા જાડેજા એ અંજાર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં  નોંધાવ્યા પ્રમાણે મૃત્ક પૃથ્વીરાજસીંહ રાણા  વરસામેડીથી  અંજાર તરફ આવી રહયા હતા ત્યારે વેલસ્પન કંપનીની સોસયાટી પાસે મહીલાના પર્સ ઝુટવીને એકટીવા પર નાસી છુટેલ બેલડી નો પૃથ્વીરાજસીંહે પીછો કરતા ત્યારે એકટીવાની પાછળ બેઠેલા શખ્સે પૃથ્વીરાજસીંહ ની બાઇકને ધકો મારતા પૃથ્વીરાજસીંહ જમીન પર પટકાયા હતા અને એકટીવામાં સવાર બેલડી એ છરીના ઘા ઝીકી દેતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે અંજારની હોસ્પીટલમાં ખસેડવામાં આવતા જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

પોલીસે ફરીયાદ પરથી બંને શખ્સો સામે ખુનની કલમ હેઠળ ગુનો નોંધી એકટીવાના નંબરના આધારે બેલડીને અંજાર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.જાડેજા સહીતના સ્ટાફે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી સકંજામાં લઇ આકરી પુછપરછ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here