અંજાર દસાડા, લોધિકા, મોરબી, ભૂજ રાજકોટ અને ભચાઉમાં ધોધમાર વરસાદ

0
24
Share
Share

સૌરાષ્ટ્ર સિંચાઈ વર્તુળ કચેરીના કુલ ૮૦ પૈકી ૫૯ જળાશયો છલકાયા, ૯ એલર્ટ પર રખાયા : વધુ વરસાદની આગાહી

રાજકોટ, તા.૧૮

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ધીમીધારે શ્રીકાર વર્ષાનુ આગમન થતા કચ્છ, રાજકોટ, મોરબી તથા જુનાગઢ અને સુરેન્દ્રનગર જીલ્લાના કેટલાક તાલુકાઓમાં ધોધમારથી મઘ્યમ વરસાદ નોંધાતા જીલ્લાની નદીઓ ફરી વહેતી થયેલ, જળાશયોમાં નવા નીરની આવક શરૂ થતા સૌરાષ્ટ્ર સિંચાઈ વર્તુળ કચેરી હેઠળ આવતા ૮૦ જળાશયો પૈકી ૫૬ જળાશયો છલકાયા જવા પામેલ છે. (કેટલાક જળાશયો અગાઉના વરસાદથી છલકાયા હતા) જળાશયો છલકાતા નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોને તંત્ર દ્વારા સજાગ રહેવા સુચના આપવામાં આવેલ છે. ભાદર-૧ છલકાવા માત્ર અઢી ફુટનુ અંતર છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા સપ્તાહથી ચાલી રહેલ મેઘસવારીના કારણે અનેક સ્થળોએ મઘ્યમ-હળવો વરસાદ આજે નોંધાયેલ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયેલ હતો. રાજ્યમાં ૧૫૯ થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાવા પામેલ હતો. જ્યારે રાજ્યની ૪૦ થી વધુ નદીઓ ગાંડીતૂર બની ભયજનક સપાટી નજીક વહી રહેલ છે તો કેટલીક નદીઓમાં ઘોડાપુરની સ્થિતી જોવા મળતી હતી. ભારે વરસાદનાં કારણે રાજ્યના ૯૭ જળાશયો હાલ હાઈએલર્ટ પર રખાયેલ છે. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ ૭૫ ટકાથી ઉપર થઈ ચુકયો છે. આગામી દિવસોમાં રાજ્યનાં કેટલાક જીલ્લાઓમાં મઘ્યમથી ભારે વરસાદ ત્રાટકવાની સંભાવનાના પગલે રાજ્ય સરકાર દ્વારા બચાવ-રાહતની ટૂકડીઓ ઉપરાંત જીલ્લા તંત્રને એલર્ટ રહેવા સુચના આપેલ છે.

સૌરાષ્ટ્રમાં કયા કયા સ્થળોએ વરસાદ નોંધાયો

જેમાં અંજાર ૮૫, દસાડા ૮૧, લોધીકા ૮૦, મોરબી ૭૯, ભુજ ૭૩, રાજકોટ ૫૫, ભરૂચ ૪૩, વિસાવદર ૩૭, કોટડાસાંગાણી ૩૨, ટંકરા ૩૨, ચોટીલા ૩૧, માળીયા ૨૯, મેંદરડા ૨૯, માળીયા મીંયાણા ૨૮, જામકંડોરણા ૨૮, કાલાવડ ૨૭, નખત્રાણા ૨૬, જામનગર ૨૩, જુનાગઢ ૨૧, વાંકાનેર ૨૦, ધ્રોલ ૧૭, જોડીયા ૧૭, માંગરોળ ૧૬, વિંછીયા ૧૫, તાલાલા ૧૪, કેશોદ ૧૪, થાન ૧૪, તળાજા ૧૩, બરવાળા ૧૩, પડધરી ૧૨, ભાણવડ ૧૧, મહુવા ૧૦, લાલપુર ૧૦, ભેંસાણ ૧૦, ગોંડલ ૧૦, લખતર ૮, હળવદ ૭, વલ્લભીપુર ૬, વંથલી ૬, ગાંધીધામ ૬, ધોરાજી ૬, લીંબડી ૬, બગસરા ૬, બોટાદ ૪, મુળી ૪, ભાવનગર ૪, જામજોધપુર ૩, માંડવી ૩, ગારીયાધાર ૨, પાલીતાણા ૨, રાણપુર ૨, દ્વારકા ૨, કોડીનાર  ૨, વેરાવળ ૨, રાણાવાવ ૨, ચુડા ૨, લીલીયા, સુત્રાપાડા અને ધ્રાંગધ્રામાં ૧-૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here