અંજાર : ચોરી કરવા ઘુસેલા બે શખ્સોને પડકારતાં માલિકને ધોકો મારી ભાગ્યા

0
20
Share
Share

ભુજ તા. ૨૩

અંજારના બાગેશ્રી ટાઉનશીપમાં તસ્કરો ચોરી કરી રહયા હતા ત્યારેજ ઘરના સદસ્યો જાગી જતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. અંજાર પોલીસ મથકે શશીધરન માનગતે બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સોમવારના મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં તેમની પત્ની દરવાજાનો અવાજ આવતા ઉઠી ગઇ હતી અને સામેના રુમમાં અવાજ આવતા ત્યા જોવા ગઇ તો બે અજાણ્યા ઇસમો રુમના કબાટ ફંફોસતા હતા જેને જોઇ હતપ્રભ થઇ તેમણે રાડારાડ કરીને દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરતા આરોપીઓ ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમ્યાન ફરિયાદી ઉઠીને આવી જતા બંને સાથે ઝપાઝપી થઇ હતી. તો એક આરોપી ઇસમે તેના હાથમાં રહેલો ધોકો વિંજવા માંડતા ફરિયાદીના જમણી આંખ પર લાગ્યો હતો અને બંને ઇસમો ભાગી ગયા હતા. ત્યારબાદ તેમણે રૂમની તપાસ કરતા તેમની પત્નીનું પર્સ ન હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં એટીએમ કાર્ડ, ચુંટણી કાર્ડ સહિતના દસ્તાવેજ અને ૧પ૦૦ રોકડા હતા.

ફરિયાદીએ રસોડાનો નકુચો તોડી ને ઘરમાં પ્રવેશ કરીને બેડરુમમાંથી પર્સની ચોરી કરી અને ઇજા પહોંચાડયાનો ગુનો દાખલ કરાવ્યો હતો.

તો રાપર તાલુકાના આડેસર પોલીસ મથકે સુઝલોન કંપનીના મેનેજર યોગીરાજસિંહ જાડેજાએ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા. ૦૬/૦૯ માણાબા ગામની સીમમાં આવેલી પવનચકકી મશીન જી ૨૫૩માંથી ૬૦ હજારની કિંમતનો ૨૫૫ મીટર લાંબો કોપર કેબલ કોઇ ચોર ઇસમો ચોરી કરી ગયા છે. તો તા. ૧૪/૦૯ના એજ મશીનમાંથી ૨૫ મીટર કોપર કેબલ વાયર અજાણ્યા ઇસમોએ કાપીને તળાવમાં ફેંકી દઇને ૪૦ હજારનું નુકશાન પણ કર્યુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here