અંજાર ખાતે રાજયમંત્રી આહિરનાં હસ્તે એપીએમસી દ્વારા અધતન શાકમાર્કેટનું કરાયું ભૂમિપૂજન

0
35
Share
Share

ભૂજ,તા.૨૧

અંજાર ખાતે રાજયમંત્રી આહિરની ઉપસ્થિતિમાં એપીએમસી અંજાર દ્વારા ૪૦ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા અધતન શાકમાર્કેટનું વિધિવત ભૂમિપુજન કરી ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. ખેડૂતોને અને કૃષિક્ષેત્રને નવી દશા અને દિશા આપવા કેન્દ્ર સરકાર અને આપણી સંવેદનશીલ રાજય સરકાર અથાગ પરિશ્રમ કરી રહી છે જેના અનુસંધાને અનેક વિકાસના કામો દિવસેને દિવસે વધવા પામી રહયા છે ત્યારે કચ્છ જિલ્લાના ખેડૂતો અને વેપારી માટે નવલા નજરાણા સમું એપીએમસી દ્વારા અધતન શાકમાર્કેટ બનવા જઇ રહયું છે. જેનું ભૂમિપૂજન તેમજ તકતીનું અનાવરણ કરી ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંજાર ખાતે આયોજિત સમારોહમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરએ ભૂમિપુજન તેમજ તકતીનું અનાવરણ કરી આ અધતન શાકમાર્કેટનું ખાતમૂહુર્ત કરતાં જણાવ્યું કે, આવી કોરોનાની મહામારીમાં પણ વિકાસના કામો પર અલ્પવિરામ મૂકાયો નથી જેના ભાગરૂપે અંજારમાં જુની અને સંકળાશવાળી શાકમાર્કેટના સ્થાને આ નૂતન અને અધતન શાકમાર્કેટ નિર્માણ પામવા જઇ રહી છે.

તથા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, આપણે અધતન શાકમાર્કેટ અંગે જે મુખ્યમંત્રીને વચન આપ્યું હતું તે સાર્થક બનવા તરફ જઇ રહયું છે અને આગામી ૨૫ વર્ષ સુધીમાં અંજારનું આ અધતન શાકમાર્કેટ એક મોડેલ શાકમાર્કેટ તરીકે ઉભરી આવે તેવી દ્‌ઢ ઈચ્છા વ્યકત કરી હતી. તો જાન હૈ તો જહાન હૈ જેવી વાત કરી તેમણે કોરોનાકાળમાં હજુ પણ સાવચેતી અને સલામતી રાખવા સૂચન કર્યુ હતું. આ પ્રસંગે પ્રસંગોચિત ઉદબોધન કરતા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ હર્ષની લાગણી વ્યકત કરી હતી સાથે જણાવ્યું હતું કે, સમયે સમયે થનારા આવા વિકાસના કામો કચ્છની પ્રજા માટે આવનાર સમયમાં અપાર સવલતો ઉભી કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here