અંજારમાં દાદાનાં મકાનમાંથી પૌત્રએ ૩૦ હજારનો હાથફેરો કર્યો

0
22
Share
Share

રાજકોટ, તા.૨૮

અંજારના સ્વામી વિવેકાનંદનગરમાં દાદા-દાદીના બંધ મકાનમાં તેના જ પૌત્રએ બે કબાટ-તિજોરી મળી કુલ રૂા.૩૦,૦૦૦ ની ચોરી કરી ગયા અંગેની ફરીયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ચોરીના બનાવ અંગે અંજારના સ્વામી વિવેકાનંદનગરમાં રહેતા બીનાબેન પરેશભાઈ દાવડા એ અંજાર પોલીસ સ્ટેશનમાં તેના પુત્ર યશ પરેશ દાવડા વિરુઘ્ધ કબાટ-તિજોરીમાંથી ચોરી કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. ગોપાલ વહુનીયાએ વધુ તપાસ હાથ ધરી છે. ગત તા.૧૫ ના રોજ ફરિયાદી મહિલાના પતિ પરેશ દાવડાનુ હાર્ટએટેકથી મોત થયું હતુ. જેઓ અગાઉ પોતાના સ્વ.પિતાની માલિકીના આવેલ રામ ઓટોના મકાનની દેખરેખ રાખતા હતા પરંતુ પિતાના અવસાન બાદ ઘરમાંથી છુટા પડેલા પુત્રએ માતાની જાણ બહાર ગત તા.૨૩/૧૨/૨૦ ના રોજ બંધ મકાનમાંથી કબાટ-તિજોરીમાંથી મળી રૂા.૩૦,૦૦૦ ના માલ-સામાનની ચોરી કરી નાશી છુટયો હતો.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here