અંજારઃ મેઘપર બોરીચી ગામે ત્રણ અલગ અલગ બંધ મકાનોમાં ત્રાટકી રૂ.૮.૩૫ લાખની મત્તાની ચોરી

0
9
Share
Share

ભુજ, તા.૧૫

અંજારના મેઘપર બોરીચીમાં આવેલા ગાયત્રીનગર, ગેલેકસી સોસાયટી અને ઓધવ રેસિડેન્સીમાં નિશાચરોએ એક જ રાત વચ્ચે ત્રણ મકાનોને નિશાન બનાવી રુ.૮.૩૫ લાખની માલમત્તા ઉસેડી લેતાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે, તો આ ઘટનાથી પોલીસ સામે પડકાર ઉભો થયો છે.

મેઘપર બોરીચીના ગાયત્રીનગરના મકાન નંબર ૮૪,૮૫માં રહેતા હરદેવસિંહ નવલસિંહ ઝાલા પરિવારમાં મરણ થયું હોઇ સહપરિવાર પોતાના વતન તા.૧૨૯ ના રાત્રે ધ્રાંગધ્રા નીકળી ગયા હતા અને તા.૧૩૯ ના તેમના પડોશી દિપકભાઇ ચંદુભાઇ ગામોતે જાણ કરી હતી કે તેમના મકાનના તાળા તૂટેલા છે. હરદેવસિંહ ઝાલાએ પરત આવીને જોયું તો તેમના ઘરમાઋથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રુ.૫,૦૦૦ રોકડ સહિત કુલ રુ.૭,૭૫,૦૦૦ ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

તો આ જ વિસ્તારમાં આવેલી ઓધવ રેસિડેન્સીમાં રહેતા શિવલાલ જયનાથ મૌર્યના મકાનમાંથી પણ તસ્કરોએ ઘરના તાળાં તોડી તેમના ઘરમાંથી પણ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રુ.૫૫,૦૦૦ ની ચોરીને અંજામ આપ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

તો તેમની પાસેની જ ગેલેકસી સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ પુનમભાઇ ચાવડાના મકાનને નિશાન બનાવી તસ્કરો રુ.૫,૦૦૦ રોકડ રકમ ઉપાડી ગયા હતા. આમ ત્રણ ઘરમાંથી એક જ રાત વચ્ચે ત્રણ મકાનમાંથી તસ્કરોએ કુલ રુ.૮,૩૫,૦૦૦ ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરીયાદ હરદેવસિંહ ઝાલાએ અંજાર પોલીસ મથકે નોંધાવી છે.

આડેસરના મુરલીધરવાસમાં રહેતા અને મેઇન બજારમાં પ્રભુલાલ ચત્રભુજ નામની દુકાન ધરાવતા ઘનશ્યામભાઇ પ્રભુલાલ ઠક્કરે ફરિયાદ નોંધાવી છે કે, ગત સાંજે તેમણે ગોદામ બધં કર્યેા હતો ત્યારબાદ આજે સવારે યારે દુકાને ગયા ત્યારે તેમના મોટાભાઇ ભરતભાઇ અને નરેશભાઇ ગોડાઉનમાં માલ કાઢવા ગયા ત્યારે ગોદામના તાળા તૂટેલા જોતાં તપાસ કરી તો રુ.૨૫,૭૦૦ ની કિમંતના ઘીના ડબ્બા, તેલના ડબ્બા, તેલના કેરબા, બાસમતી ચોખાનું કાટૂર્ન, ગોળની ભીલી તસ્કરો દ્રારા ચોરી કરાઇ હોવાની જાણ થતાં આ બાબતે તેમણે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here