અંજારઃ બોલેરોમાંથી ૯૪૮ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

0
10
Share
Share

ભુજ, તા.૯

અંજાર પોલીસે ગાંધીધામથી ભુજ જતા વાહનમાં દાનો જથ્થો હોવાની બાતમીના આધારે ચીત્રકુટ સર્કલ પાસેથી બોલેરો પીકઅપ વાહનને ઝડપી પાડું હતું. જેમાંથી દાની ૯૪૮ બોટલ સહિત કુલ ૬.૩૨ લાખના મુદામાલ ઝડપાયો હતો. જેનો ચાલક સ્થળ પરથી ભાગી છુટો હતો. અંજાર પોલીસને બાતમી મળી હતી કે એક કાળી તાડપત્રી બઆંધેલી સફેદ કલરની બોલેરો પીકઅપ વાહન ગાંધીધામથી ભુજ જવા નિકળી છે, જેમાં વિદેશી દાનો જથ્થો છે. જે આધારે પોલીસે અંજારના ચીત્રકુટ સર્કલ પાસેજ વોચ ગોઠવી દીધી હતી.

બાતમી અનુસારનું વાહન જીજે ૦૧ ડીવાય ૮૫૧૫ પસાર થતા તેનો પીછો કરવાનું શ કયુ હતું, પોલીસને આવતી જોઇને ચાલકે અંજાર મુંદ્રા રોડ પર રોડ સાઈડ રાખીને અંધારાનો લાભ લઈ બાવળોમાં ભાગી ગયો હતો. તો વાહનની તપાસ કરતા અંદરથી ૩.૩૨ લાખની કિમંતની ૯૪૮ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. વાહનમાંથી મોબાઈલ સહિત કુલ ૬,૩૨,૩૦૦નો મુદામાલ જ કરાયો હતો. આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ જી.કે. વહત્પનિયા, હેડ કોન્સ્ટેબલ જયુભા જાડેજા, વિરેંદ્રભાઈ પુરોહિત સહિતના જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here