અંજારઃ નોકરીની લાલચે રૂા.૧.૪૩ લાખની યુવાન સાથે ઓનલાઈન ઠગાઈ

0
26
Share
Share

ભુજ, તા.૨૪

અંજારના વરસામેડીના નોક્રી વાંચ્છુક્ યુવાનને પણ નોક્રી અપાવવાની લાલચ આપી એક્ ક્ંપનીએ તેના બેંક્ એકઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેકશન ક્રી રૂ.૧,૪૩,૬૮૦ પડાવી લઇ નોક્રી ન અપાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. વરસામેડી રબારીવાસમાં રહેતા ૨૧ વર્ષીય દિલીપભાઇ વીશાભાઇ અજાણા (રબારી) નો અભ્યાસ પૂર્ણ થતાં તે નોક્રીની શોધમાં હતો અને તા.૩/૯ના એપમાં નોક્રી માટે જગ્યા હોવાની જાહેરાત વાંચી તેમાં આપેલા મોબાઇલ નંબર પર ફોન ક્રતાં તેમણે તમામ ડોક્યુમેન્ટ સોશિયલ મિડિયા મારફત મોક્લવા જણાવ્યા બાદ પ્રથમ સિક્યુરીટી પેટે રૂ.૨,૦૦૦ જમા ક્રાવવાનું ક્હેતાં પીએનબીના એકઉન્ટમાંથી જમા ક્રાવ્યા પછી તા.૫/૯ ના તેમણે ફરીથી ઓનલાઇન ટેસ્ટ માટે રૂ.૬,૫૦૦ જમા ક્રાવવા ક્હેતાં તે પણ જમા ક્રાવ્યા હતા ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિક્ેશન, વીમા માટે, જીએસટી વગેરે બાબતે અલગ અલગ ટ્રાન્જેકશનથી રૂ.૧,૪૩,૬૮૦ જમા ક્રાવ્યા બાદ નોક્રી પણ ન આપી અને પૈસા પણ પડાવી લઇ છેતરપિંડી આચરી હોવાની અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here