અંજારઃકિન્નના ઘરમાંથી રૂ.૩.૨૫ લાખની રોકડની ચોરી

0
20
Share
Share

ભુજ, તા.૧૧

અંજારના પ્રજાપતિ છાત્રાલય પાસે રહેતા વ્યંઢળના બંધ મકનને  નિશાચરોએ નિશાન બનાવી રૂ.૩.૨૫ લાખની રોક્ડની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. પ્રજાપતિ છાત્રાલય પાસે સવાભાઇ મહારાજના મકનમાં રહેતા અને ભિક્ષા પ્રવૃતિ ક્રતા વ્યંઢળ પ્યારીદે શોભનાદેગત રાત્રે ૧૦ વાગ્યે પોતાની ચેલી રોશનીદે પ્યારીદે સાથે પડોશમાં જ રહેતા રસીદાબેન લોહારના ઘરે જમવાનું હોઇ ગયા હતા. જમીને રોશનીદે  બહાર ગઇ હોવાથી પ્યારીદે રસીદાબેનના ઘરે જ સૂઇ ગયા હતા. મોડી રાત્રે રોશનીદેનો ફોન આવ્યો હતો ક્ે ઘરનો નક્ુચો તૂટેલો છે જાણ થતાં જ પ્યારીદે ઘરે પહોંચ્યા હતા અને પહોંચીને જોયું તો ઘરનો સામાન વેર વિખેર પડ્યો હતો. લોખંડના ક્બાટનો દરવાજો ખુલ્લી હાલતમાં જોતાં તપાસ ક્રતાં જાણવા મળ્યું હતું ક્ે, તેમના ચેલાઓ દ્વારા એક્ વર્ષ દરમિયાન ભીક્ષા પ્રવૃતિથી મેળવેલા રૂ.૩,૨૫,૦૦૦ જે કળા પર્સમાં રાખેલા હતા તે પર્સ ખાલી જોવા મળ્યું હતું. પ્યારીદેએ નોંધાવેલી ફરિયાદના આધારે અંજાર પોલીસે તપાસ આદરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here