અંગ પ્રદર્શનની હદ વટાવતું નેહા ભસીનનું નવું ગીત

0
18
Share
Share

મુંબઈ,તા.૧૨

સિંગર નેહા ભસીનના ગીત લોકોમાં પોપ્યુલર હોય છે. તેમનો અવાજ લોકોના દિલ જીતી લે છે. નેહા ભસીનના તમામ ગીતો પોપ્યુલર હોય છે. હવે આ જ પોપ્યુલર ગીતોના લિસ્ટમાં વધુ એક ગીત ઉમેરાયું છે. ગીતનું નામ છે ‘તૂ કી જાને….’  આ ગીતમાં નેહા અત્યંત બોલ્ડ લૂકમાં દેખાઈ રહી છે. તેના ગીત કરતા તેના લૂકની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર વધુ થઈ રહી છે. નેહા ભસીનનું આ ગીત બોલ્ડ અંદાજમાં ફિલ્માવાયું છે. નેહાએ ગીત માટે બોલ્ડ શોટ્‌સ આપ્યા છે. સિંગ ગીતમાં બ્લેક આઉટફીટમાં નજર આવી રહી છે.

તેની સાથે જ નેહાની હેર સ્ટાઈલે પણ આકર્ષણ જમાવ્યું છે. શોર્ટ બ્લોન્ડ હેરમાં તે કાતિલ લાગી રહી છે. ગીતમાં અનેક ઈન્ટીમેટ સીન પણ નજર આવી રહ્યાં છે. લેટેસ્ટ રિલીઝ સોન્ગ તૂ કી જાનેની વાત કરીએ તો તેમાં નેહા ભસીને ભલે બોલ્ડ અંદાજ આપ્યા હોય, પરંતુ ગીતમાં કોઈ ઉણપ દેખાઈ રહી છે. ગીતનું સંગીત અને શબ્દોમાં કંઈક એવુ મિસિંગ લાગી રહ્યુ છે, જેનાથી આ ગીત બીજીવાર પણ સાંભળવાનું મન થતુ નથી.

આ ગીત વધુ વ્યૂ મેળવવામા સફળ નહિ થાય. માત્ર બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે તેવુ લાગી રહ્યું છે. નેહા ભસીનના અનેક ગીતો પોપ્યુલર છે. નેહાના ગીતો પોપ્યુલર પણ ઘણા છે. જેમ કે, સ્વૈગ સે કરેંગે સબકા સ્વાગત, નહિ જાના, કુછ ખાસ હૈ…. જેવા ગીતો તેના હીટ ગીતો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here