અંકિતા લોખંડે અને વિક્કી જૈનએ જાહેરમાં કરી લિપ કિસ, વીડિયો વાયરલ

0
14
Share
Share

મુંબઈ,તા.૧૪

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ એની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે તેના પરિવાર સાથે ઉભી છે અને સપોર્ટ કરી રહી છે. તે લગાતાર સુશાંતના કેસની ન્યાય માંગી રહી છે અને સરકારને કહી રહી છે કે આ મામલે વધારે ઉંડાઈથી તપાસ કરવી જોઈએ અને સત્ય બહાર આવવું જોઈએ. આ બધાની વચ્ચે અંકિતાનો બોયફ્રેન્ડ વિકી જૈન પણ અંકિતાના સપોર્ટમાં ઉતરી આલ્યો હતો અને હવે બન્નેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લિપ કિસ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો એક પાર્ટી દરમિયાનનો છે. અંકિતા અને વિક્કીનો આ વીડિયો જૂનો છે. જેમાં બન્ને ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બન્નેનો ટ્રેડિશનલ અવતાર જોવા મળી રહ્યો છે. જેને જોઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ વીડિયો કોઈ લગ્નના સમારંભનો છે. પહેલાં અંકિતા વિક્કી સાથે ડાન્સ કરી રહી છે. પછી એકબીજાને ગળે લગાડે છે અને ત્યારબાદ તે લિપ કિસ કરી રહી છે. વીડિયોને ૨૦૧૯નો બતાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુશાંત અને અંકિતા બન્ને લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા હતા અને બન્નેના લગ્ન સુધીની ચર્ચા કરવામાં આવતી હતી. બન્નેએ એકબીજાને ૭ વર્ષ સુધી ડેટ કર્યા હતા. પવિત્ર રિશ્તામાં બન્ને એકબીજાના કપલ તરીકે જ સાથે હતા. પરંતુ બન્નેનું ૨૦૧૬માં બ્રેકઅપ થઈ ગયું જેના પછી અંકિતા અને વિક્કી એકબીજાના રિલેશનમાં આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here