અંકિતાને સમર્થન પ્રસિધ્ધિ માટે નથી કરી રહી: અપર્ણા

0
20
Share
Share

અંકિતાની મિત્ર અપર્ણા તેના સપોર્ટમાં આવી

બોલિવૂડની અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ પોસ્ટ શેર કર્યા બાદ અંકિતા લોખંડે નફરતનો સામનો કરી રહી છે

મુંબઈ,તા.૧૧

સોશિયલ મીડિયા પર રિયા ચક્રવર્તી વિરુદ્ધ એક પોસ્ટ મૂક્યા બાદ તેના ફેન્સ અંકિતા લોખંડેને ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે અંકિતાની ફ્રેન્ડ અપર્ણા દીક્ષિત તેના સપોર્ટમાં આવી છે અને તેનો બચાવ કર્યો છે. અપર્ણાનું કહેવું છે કે, તે તેની ફ્રેન્ડ અંકિતાને સપોર્ટ આપવા માટે તેની પડખે ઉભી છે, કારણ કે તે તેને સારી રીતે જાણે છે. આ સાથે તેણે તેવી સ્પષ્ટતા પણ કરી કે તે આ બધું નામના મેળવવા માટે કરી રહી નથી. તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ઓકે મેં તેના વિરુદ્ધમાં લખાયેલી ઘણી બધી ખોટી બાબતો વાંચી અને તેથી મેં મારી ફ્રેન્ડ અંકિતા લોખંડેને સપોર્ટ આપવાનું નક્કી કર્યું. તેના વિશે જે લોકોએ કંઈ પણ લખ્યું છે તેના કરતાં હું તેને વધારે સારી રીતે જાણું છું. શું તે આ બધું નામના મેળવવા માટે કરી રહી છે? ખરેખર? તેણે બ્રેકઅપ બાદ પોતાની જાતને ખૂબ જ સારી રીતે સંભાળી હતી. જો તેને નામના જ જોઈતી હોત તો તેણે ઘણા સમય પહેલા જ આને મોટો ઈશ્યૂ બનાવી દીધો હોત. તેણે ઉમેર્યું કે, જ્યાં સુધી ખરેખર જરૂર નહોતી ત્યાં સુધી તેણે તેના વિશે ના કંઈ લખ્યું કે ના કંઈ કહ્યું. હવે તે છે. જ્યારે તે આ દુનિયામાં નથી ત્યારે સત્ય બહાર આવે તે જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ દુનિયા છોડીને જતો રહે ત્યારે તેના પરિવારની સાથે ઉભા રહેવુ જોઈએ અને આટલું તો તમે કરી જ શકો. આ માટે હિંમત જોઈએ અને મને અંકિતા પર ગર્વ છે. ઉલ્લેખનીય છે કે, અંકિતાએ પોતાની લેટેસ્ટ પોસ્ટમાં રિયા ચક્રવર્તીને ઉદ્દેશીને લખ્યું હતું કે, ’શું તેણે એક ડિપ્રેસ વ્યક્તિને ડ્રગ્સ લેવાની મંજૂરી આપવી જોઈતી હતી? તેનાથી કેવી રીતે મદદ મળી? એ વ્યક્તિની હાલત એટલી હદે ખરાબ થઈ જાય કે તે એવું પગલું ભરે જે કથિત રીતે સુશાંતે ભર્યું છે. એ વખતે તે સુશાંતની સૌથી નજીક હતી. એક તરફ તે કહે છે કે, સુશાંતની વિનંતી પર તેના સારા સ્વાસ્થ્ય માટે ડૉક્ટરો સાથે કો-ઓર્ડિનેટ કરતી હતી અને બીજી તરફ સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરતી હતી. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અંકિતા સતત તેના પરિવારની સાથે રહી છે. અંકિતા અત્યારસુધીમાં ઘણીવાર એસએસઆર કેસમાં ન્યાય મળે તે માટે ટ્‌વીટ કરી ચૂકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here