અંકિતાએ બોયફ્રેન્ડ વિક્કીને બધાની સામે KISS કરી

0
18
Share
Share

અંકિતા-વિક્કીનો વીડિયો ૨૦૧૯નો હોવાનું ખુલ્યું
વીડિયોમાં અંકિતા અને વિક્કી ડાન્સ કરતાં નજર આવી રહ્યાં છે તેમજ બંને ટ્રેડિશનલ ડ્રેસમાં નજરે પડ્યા હતા
મુંબઈ,તા.૧૫
સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદથી જ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે તેનાં પરિવારની સાથે ઉભી છે. અંકિતા સતત સુશાંત માટે ન્યાય માંગી રહી છે. જેને કારણે ઘણાં સેલિબ્રિટીઝને ગુસ્સાનો શિકાર થવો પડ્યો છે. હાલમાં જ રિયા ચક્રવર્તીની મિત્ર શિવાબની દાંડેકરે અંકિતા લોખંડે પર બે સેકેન્ડનાં ફેમ મેળવવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ઘણાં સ્ટાર્સ અંકિતાનાં સપોર્ટમાં ઉતર્યા હતાં. આ વચ્ચે અંકિતાનો બોયફ્રેન્ડ વિક્કી જૈન ઘણો જ ચર્ચામાં છે. હવે અંકિતા લોખંડે અને તેનાં બોયફ્રેન્ડ વિક્કી જૈનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પાર્ટીમાં નજર આવે છે. અંકિતા અને વિક્કી જૈનનો આ વીડિયો જૂનો છે. જેમાં બંને ડાન્સ કરતાં નજર આવી રહ્યાં છે. બંને વીડિયોમાં ટ્રેડિશનલ અવતારમાં નજર આવે છે. જે જોઇને માલૂમ પડે છે કે, આ વીડિયો કોઇ લગ્ન સમારંભનો છે. વીડિયોમાં અંકિતા, વિક્કી સાથે ડાન્સ કરતી નજર આવે છે. પછી તેને ગળે મળે છે અને તેને બધાની વચ્ચે કિસ પણ કરે છે. વીડિયો ૨૦૧૯નો જણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોસ્ટ કરી છે. ઉલ્લેખનિય છે કે, અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. બંનેએ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યો હતો. પવિત્ર રિશ્તા સીરિયલ દરમિયાન બંને સાથે હતાં. પણ ૨૦૧૬માં તેમનું બ્રેકઅપ થઇ ગયુ હતું. જે બાદ ગત વર્ષે અંકિતા લોકંડેએ વિક્કી જૈન સાતે રિલેશનશિપને પબ્લિક કરી હતી. ફેબ્રુઆરીમાં જ અંકિતા લોખંડેએ રિંગ પહેરેલો ફોટો શેર કર્યો હતો. જેનાંથી અંદાજો લગાવવામાં આવ્યો હતો કે તેણે વિક્કી જૈન સાથે સગાઇ કરી લીધી છે. જોકે અત્યાર સુધી ન તો અંકિતા લોખંડે કે ન તો વિક્કી જૈને તેમની સગાઇની વાત પર મોહર લગાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here