અંકલેશ્વરમાં ૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને બાળકીના પિતાએ મોતને ઘાટ ઉતાર્યો

0
19
Share
Share

અંકલેશ્વર,તા.૨૧
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ૫ વર્ષની બાળકી પર યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી બાળકીના પિતાએ દુષ્કર્મ આચરનાર યુવકની હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ તો અંકલેશ્વર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વરમાં ૫ વર્ષની બાળકી આંગણામાં રમી રહી હતી. દરમિયાન લાલુ રજુ બિહારી નામનો યુવક બાળકીને નજીકમાં આવેલા શૌચાલયમાં લઈ ગયો હતો. જ્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. પિતાને ઘટનાની જાણ થતા દુષ્કર્મી લાલુ રજુ બિહારીની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ શરુ કરી છે.
અંકલેશ્વરમાં જન્મ દિવસની ઉજવણીમાં ૨ સગીરાને દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું હોવાની ગત રોજ ફરિયાદ નોંધાઈ હતી. બર્થે પાર્ટી ઉજવણી ૨ યુવકો પોતાની પ્રેમિકાને લઇ આવ્યા હતા. દારૂ તેમજ ખાણીપીણીની મોજ કરી હતી. બંને સગીરા નશાઆ ચકચૂર થયા બાદ ત્યાં જ રોકાય જતા રાત્રીના તેમની જોડે નશામાં જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. શહેર પોલીસે ૫ યુવકો ધરપપકડ કરી કરી છે. તમામ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here