અંકલેશ્વરમાં સતત ૩ દિવસમાં ૮ કોરોના કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

0
6
Share
Share

અમદાવાદ,તા.૨૯

અંકલેશ્વરમાં છેલ્લા ૩ દિવસમાં ૮ કેશ કોરોના દર્દીના આવ્યા છે. જે પૈકી ૨ શાકભાજી વિક્રેતા અને ૨ દુકાન સંચાલક પણ આવ્યા છે. જેમના ત્યાં અનેક લોકો ખરીદ કરવા આવાગમન કરતા હોય ત્યારે તેમને ચેપ લાગ્યો હોવાની સંભાવના સામે આવી રહી છે. જે જોતા સુપર સ્પ્રેડર કોરોના દર્દી સામે આવી રહ્યા હોવાથી કોરોના દર્દીનો અનેક વધવાની શક્યતાને નકારી શકાય નહીં. આરોગ્ય વિભાગે અંકલેશ્વરના ૩ કોરોના દર્દીના રહેણાંક વિસ્તારને કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરી સીલ કરવાની તજવીજ આરંભી હતી. તેમજ કુલ ૧૪ તેમના નિકટમાં સંપર્કમાં આવેલા લોકોને સ્ટ્રિક્લી હોમ કોરેન્ટાઇલ કરાયા હતા.આ ઉપરાંત રાજ્ય બહારથી પણ આવેલા ૩૯ લોકોને આરોગ્ય વિભાગે હોમ કોરેન્ટાઇલ કર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here