અંકલેશ્વરના જીતાલી ગામે લીંમડાના ઝાડ નીચે આરામ કરતા આધેડ પર લક્ઝરી બસ ફરી વળી

0
29
Share
Share

ભરૂચ,તા.૨૨

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે લીંબડાના ઝાડ આરામ કરતા આધેડ પર લક્ઝરી બસ ફરી વળતાં આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું, સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામના ટેકરી ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રમેશ જાલમભાઈ વસાવા ગામની ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ પાસે લીંમડાના ઝાડ નીચે નીંદણ આરામ કરી રહ્યા હતા.

તે દરમિયાન લક્ઝરી બસ (નંબર-જી.જે ૦૬. ઝેડ૨૩૮૩)ના ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારતા લીંમડાના ઝાડ નીચે નિંદ્રાધીન રમેશ વસાવા ઉપર બસના ટાયર ફરી વળતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૪૫ વર્ષીય રમેશ જાલમભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. સ્થાનિકો દ્વારા પોલીને જાણ કરતાં તુરંત પોલીસ આવી પહોંચી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પી.એમ અર્થે અંકલેશ્વરની સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here